ઉત્તરપ્રદેશઃ ગાઝિયાબાદની ડાસના જેલના બંધ અરુણ નામના કેદીએ સાબિત કરી બતાવ્યું છે કે, જો તમારા મનમાં આગળની વધવાની ચાહ હોય તો તમે ગમે-તે પરિસ્થિતીમાંથી રસ્તો મેળવી લો છો. હાલ આ કેદીની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. કારણ કે, તેણે જેલમાં રહીને પોતાના ભવિષ્યને સુધરવાની રાહ તરફ એક ડગ માંડ્યો છે.
અરુણ તેના જીવનમાં ભણી-ગણીને આગળ વધવા માગતો હતો. એક સારું જીવન વીતાવાવા માગતો હતો. પરંતુ પરિસ્થિતિએ તેના જીવન પર દોષી નામનો ઠપ્પો લગાવી દીધો.પણ કહેવાય છે કે, મન અડગ હોય તો ગમે તેવી મુશ્કેલીમાંથી પસાર થવાની હિંમત આપોઆપ મળે છે. આવું જ કંઈક અરુણના જીવનમાં પણ થયું.
આ વર્ષે યોજાયેલી ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં અરુણે પણ પરીક્ષા આપી હતી. જેની માટે તેણે ખૂબ મહેનત કરી હતી અને આખરે તેની મહેનતનું પરીણામ આવ્યું. જેમાં તે 70 ટકાએ પાસ થયો.
આ વિશે જણાવતા ઉત્તર પ્રદેશના ડી.જી આનંદ કુમારે અરુણને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, યૂપી બોર્ડની ધોરણ-12ની પરીક્ષા અરુણે જેલમાં બંધ રહી ને આરી હતી. અરુણ જેવા 75 કેદીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી અરુણ 70 ટકાની સાથે પ્રથમ ક્રમાંકે પાસ થયો છે.
જેલમાં રહીને આપ્યું ભણવામાં ધ્યાન
અરુણ જેલમાં રહીને કામ કરવાની સાથે અભ્યાસમાં ધ્યાન આપતો હતો. મળતી માહિતી પ્રમાણે અરુણને કાચા કામનો કેદીઓ સાથે રાખવામાં આવ્યો હતો. કારણ કે, હાલ અરુણનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત તેનો વ્યવહાર અન્ય કેદીઓની સરખાણીએ પણ સારો છે. તે પોતાના બધા કામ સમયસર કરતો અને બાકીનો સમય ભણવામાં આપતો હતો.
હાઈસ્કૂલમાં પણ તે હોશિયાર વિદ્યાર્થી હતો....
2 વર્ષ પહેલા જ્યારે તેણે હાઈસ્કૂલમાં પરીક્ષા આપી હતી, ત્યારે પણ તે સારા ગુણે ઉત્તીર્ણ થયો હતો અને સિલસિલો હજુ પણ ચાલું છે. આ વર્ષે જિલ્લામાં પ્રથમ આવીને તે ફરીએકવાર તેના પરિવારના ગર્વનું કારણ બન્યો છે.