ગાંધીજી દૈનિક બેઠકની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના સાથે કરતાં હતા. આ પ્રાર્થના દરેક ધર્મના મુખ્ય ગ્રંથમાંથી બનાવાઈ હતી. ગાંધીજી સાંપ્રદાયિક એકતામાં અતૂટ વિશ્વાસ રાખતા હતા. તેઓ નાનપણથી પોતાના પિતાની સેવા કરતા હતા. તેમને પોતાના પિતાના મિત્રો પાસેથી વિભિન્ન ધર્મો વિશે ઘણું બધું સાંભળ્યું હતુ. ખાસ કરીને ઈસ્લામ અને પારસી ધર્મ વિશે. ઈસાઈ ધર્મ વિશે તેમના વિચાર થોડા અલગ હતા. કારણ કે તેમણે સાંભળ્યું હતુ કે દારૂ પીવો અને માંસ ખાવું તે આ ધર્મનો અભિન્ન ભાગ છે. આ ધર્મના લોકો હિન્દુ દેવી-દેવતાઓની ટીકા કરે છે.
પરંતુ, બાદમાં જ્યારે ઈંગ્લેડ ગયા અને ત્યાં તેમને એક એવાં અગ્રેજ સાથે મુલાકાત થઈ, જે શાકાહારી પણ હતો અને દારૂ પણ નહોતો પીતો. તેણે ગાંધીને બાઈબલ વાંચવા માટે પ્રેરણા આપી. ત્યારબાદ, ગાંધીએ બાઈબલ વાંચી. ન્યુ ટેસ્ટામેંટ ચેપ્ટર વાંચી તેઓ ખૂબ જ અભિભૂત થયા. અહીં જ તેમણે એ પણ વાંચ્યુ કે કોઈ તમને એક ગાલ પર થપ્પડ મારે, તો તમારે બીજો ગાલ પણ આગળ કરી દેવો જોઈએ.
એમ તો તેમના મનમાં આ વિચાર ઘણો વહેલો ઉત્પન થઈ ગયો હતો. જ્યારે, તેમણે અલગ-અલગ ધર્મગ્રંથોનું અધ્યયન કર્યુ. તેઓ માને છે કે દ્રષ્ટતા સામે સત્યથી જીતી શકાય છે. ક્યારેક-ક્યારેક તેમને લાગતું હતું કે બાળપણથી જ તેમના મનમાં તો આ વિચાર ન હતો.
તેઓ માનતા હતા કે દરેક ધર્મ પ્રત્યે સરખો ભાવ રાખવો જોઈએ. તેથી જ નાની ઉંમરથી તેમના મનમાં સાંપ્રદાયિક એકતાની વાત મજબૂત થઈ ગઈ હતી. મનુસ્મૃતિ વાંચ્યા બાદ ગાંધીજીની નાસ્તિકતા વધુ મજબૂત બની હતી. કારણ કે ગ્રંથમાં માંસાહારને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જુદા-જુદા ધર્મ ગ્રંથોના અધ્યયન બાદ તેઓ એમ માનતા હતા કે દુનિયાના સિદ્ઘાંતો (નિયમોં) પર આધારિત છે અને આ સિદ્ધાંત સત્યમાં સમાઈ જતો હતો. એટલે નાનપણથી જ સત્ય તેમના જીવનનો અભિન્ન ભાગ બની ગયુ હતુ. તે તેમના સંપૂર્ણ જીવનનો આધાર બની રહ્યો. તેમના દરેક કાર્યમાં તે નજરે ચઢતું હતું.
એ વાત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગાંધીને વિભાજન માટે દોષી ઠેરવાયા છે. હકીકત એ છે કે વીર સાવરકર અને ઈકબાલ જેવા લોકોએ દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતોને વેગ આપ્યો હતો. પરંતુ, ધર્માંધ અને કટ્ટરતામાં માનનાર આવા સવાલો ગાંઘીને પૂછતાં હતા. હકીકત તો એ છે તે વિભાજનનો નિર્ણય માઉંટબેટન, નહેરૂ, પટેલ અને જિણાએ લીધો હતો. તેમણે ગાંધીને બિલકુલ દૂર રાખ્યાં હતા. એકવાર જે નિર્ણય લેવાઈ ગયો હતો. ત્યારે, તેમને જાણ કરવામાં આવી હતી. જો તેઓ ભાગલાના સમર્થક હોત, તો જ્યારે સત્તાની હસ્તગત થઈ રહી હતી તે સમયે ગેરહાજર કેમ રહેતા. જ્યારે દેશ આઝાદ થઈ રહ્યો હતો. ત્યારે, ગાંધી નોઆખાલીમાં સાંપ્રદાયિક હુલ્લડો રોકવા ઉપવાસ કરી રહ્યાં હતા.
ગાંધીએ એ મહેસૂસ કર્યું હતુ અને તેમણે સાર્વજનિક રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો કે લોકો સંયમ, અહિંસા અને સાંપ્રદાયિક એકતા અંગે તેમની માન્યતા પર ધ્યાન નથી આપી રહ્યાં. તેવામાં તેમના સામે નૈતિક દબાણનો સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેઓ આ રીતે લોકોને હિંસાના રસ્તાથી દૂર કરવા ઈચ્છતા હતા.
દિલ્હીમાં 1948માં તેમણે ઉપવાસ કર્યા. ત્યારબાદ બંગાળ ગયા. તેમણે લઘુમતીઓના પક્ષમાં ઉપવાસ કર્યા હતા. ભારતમાં મુસ્લિમ અને પાકિસ્તાનમાં સિખ અને હિન્દુઓના સમર્થનમાં કટ્ટરવાદી હિન્દુ તેમનાથી નારાજ હતા. તેમણે ગાંધીને બદનામ કરવાના પ્રયત્નો કર્યા હતા. અફવા ફેલાવી એમ કહ્યું કે ગાંધી ઈચ્છતા હતા કે ભારત સરકાર પાકિસ્તાનને 5.5 કરોડ રુપયા આપે. હકીકતમાં આ કિંમત ભારતને આપવામાં આવનાર હતી. ભાગલા સમયે આ નક્કી થયું હતું. સંપત્તિઓની વહેંચણીમાં એક શરત હતી. ભારતના મુસલમાનો અને પાકિસ્તાનના મુસલમાનોએ તેનું સમર્થન કર્યું હતું. તેઓ એકમાત્ર વ્યક્તી હતા, જેમણે આ સ્થિતિમાં હિન્દુ-મુસ્લિમ એકતા માટે કામ કર્યુ. તેમના આકાર્યનું પાકિસ્તાનમાં પણ સ્વાગત કરવામાં આવી રહ્યું હતું.