ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાયુસેનાના AN-32 વિમાનના દુર્ઘટના સ્થળેથી બચાવ ટીમને સુરક્ષિત બહાર કાઢ્યા - AAN

દિલ્હી: અરૂણાચલ પ્રદેશમાં AN-32 વિમાન દુર્ઘટનાસ્થળ પર ફસાયેલ બચાવ કાર્યના 15 સભ્યોને વાયુસેનાએ શનિવારે વિમાન દ્વારા સુરક્ષિત બહાર કાઢયા હતાં. આ સમગ્ર જાણકારી વાયુસેનાના એક અધિકારીએ આપી હતી.

વાયુસેનાના AAN-32 વિમાનમાં સવાર ટીમને સુરક્ષિત બહાર કાઢ્યા

By

Published : Jun 30, 2019, 10:16 AM IST

Updated : Jun 30, 2019, 10:43 AM IST

અરૂણાચલ પ્રદેશમાં 3 જૂને વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટગ્રસ્ત થયુ હતું. શિલાંગમાં વાયુસેનાના પ્રવક્તા વિંગ કમાંન્ડર રત્નાકર સિંહે જણાવ્યું કે ટીમમાં વાયુસેનાના 8 કર્મી, સેનાના 4 અને 3 લોકલ જનતા સવાર હતા. તેઓએ જણાવ્યું કે આ બધા AALAH અને MI-17 V5 હેલીકોપ્ટરની મદદથી દુર્ધટના સ્થળથી બહાર કાઢ્યા હતા.

ANI TWEET

તેઓએ જણાવ્યું કે ખરાબ હવામાનના કારમે ટીમને દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢવામાં થોડો સમય લાગ્યો હતો. શનિવારે મૌસમમાં થોડો સુધારો જોઇને આ "જોખમી ભર્યા" અભિયાનને શરૂ કરવાની મંજુરી આપી હતી.

બચાવ દળના સભ્યો 12 હજાર ફુટની ઉંચાઇ પર સિયાંગ અને શી-યોમી જિલ્લાના સીમાઇ વિસ્તારમાં 17 દિવસ ફંસાયા હતા. તેને દુર્ઘટનાગ્રસ્ત 13 લોકોના મૃતદેહ અને વિમાનના બ્લેક બોક્સને કાઢવા વાયુમાર્ગ દ્વારા દુર્ઘટનાગ્રસ્ત સ્થળ પર ઉતારવામાં આવ્યા હતા.

સિયાંગ જિલ્લાના પરી પર્વતીય ક્ષેત્રના વિસ્તારમાં મૃતદેહ કાઢવાનું કામ 20 જૂનના રોજ પૂર્ણ થઇ ગયું હતું. અસમના જોરહાટથી 3 જૂને ઉડાન ભરવાની 33 મિનિટ બાદ રૂસી AN 32 વિમાન લાપતા થયુ હતું.

Last Updated : Jun 30, 2019, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details