જનરલ બાઝવા જ બની રહેશે પાકિસ્તાની આર્મી ચીફ, 3 વર્ષનો કાર્યકાળ વધાર્યો - પાકિસ્તીન આર્મી ચીફ
નવી દિલ્હી: પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાઝવાનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાને આ અંગેની મંજૂરી આપી દીધી છે.
file
વડાપ્રધાન ઈમરાન ખાનના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ જોઈએ તો, જનરલ બાઝવાના વર્તમાન કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેમની તારીખમાં ત્રણ વર્ષના વધારા સાથે તેમના કાર્યકાળને સેનાધ્યક્ષ તરીકે વધારવામાં આવે છે. આ નિર્ણય ક્ષેત્રિય સુરક્ષા તથા વાતાવરણને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. જો કે, મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન ઈમરાન આ વાત માટે રાજી નહોતા. તેમ છતાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
Last Updated : Aug 19, 2019, 8:41 PM IST