ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાયલટે પોતાની સરકાર પાડવા માટે હોર્સ ટ્રેડિંગનો ઉપયોગ કર્યો, અમારી પાસે પુરાવા: અશોક ગેહલોત - rajsthan news

સચિન પાયલટને પાર્ટીના વડા અને નાયબ મુખ્યપ્રધાન પદમાંથી હાંકી કાઢ્યાના એક દિવસ પછી મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગંભીર આક્ષેપો કર્યા છે.

અશોક ગેહલોત
અશોક ગેહલોત

By

Published : Jul 15, 2020, 4:54 PM IST

Updated : Jul 15, 2020, 5:12 PM IST

રાજસ્થાન : સચિન પાયલટને પાર્ટીના વડા અને નાયબ મુખ્યપ્રધાન પદમાંથી હાંકી કાઢ્યાના એક દિવસ પછી મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગંભીર આક્ષેપો કર્યા છે.

સચિન પાયલટને પાર્ટીના વડા અને નાયબ મુખ્યપ્રધાન પદમાંથી હાંકી કાઢ્યાના એક દિવસ પછી મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગંભીર આક્ષેપો કર્યા છે. ગેહલોતે કહ્યું કે, નાયબ મુખ્યપ્રધાન તેમની પોતાની સરકાર પાડવા પ્રયાસ કરી રહ્યા છે.

અશોક ગેહલોતે કહ્યું કે, ડેપ્યૂટી સીએમ (પાયલટ) ખુદ અહીં હોર્સ ટ્રેડિંગનો ભાગ હતા. તેમણે કહ્યું કે, હોર્સ ટ્રેડિંગ થઇ રહ્યું છે, મારી પાસે પુરાવા છે. તેમણે કહ્યું કે, જેઓ અમારી સાથે નથી તેઓએ પૈસા લીધા છે. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યો પૈસાની લાલચમાં આવી રહ્યા છે.

અશોક ગેહલોતે કહ્યું કે સરકારને પછાડવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે. અમે અમારા ધારાસભ્યોને 10 દિવસ માટે હોટેલમાં રાખ્યા છે. જો અમે આ ન કર્યું હોત, તો તે જ થાત જે માનેસરમાં થયું છે. તેમણે મીડિયાને કહ્યું કે 20 કરોડનો સોદો થઈ રહ્યો છે. તેમની પાસે પુરાવા છે.

સચિન પાયલટ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું કે, સારી અંગ્રેજી બોલવું, સ્મિત આપવું પૂરતું નથી. દેશમાં હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે, તે દેશને બરબાદ કરશે? મીડિયા તે જોઇ શકતી નથી? તેમણે આ પ્રસંગે કેટલાક મીડિયા માણસોની ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું કે 'સોનાની છરી પેટમાં ખાવા માટે નથી હોતી.

Last Updated : Jul 15, 2020, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details