ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂણે પોલીસનો દાવો- ગૌતમ નવલખાના હિઝબુલ મુઝાહિદ્દીન સાથે હતા સંબંધ - Gujarat

મુંબઈઃ પૂણે પોલીસ દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં અર્બન નક્સલ મામલે પોતાની રિપોર્ટ દાખલ કરવામાં આવી છે. પોલીસે પોતાની રિપોર્ટમાં ગૌતમ નવલખાના આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંબંધ હોવાની વાત જણાવી છે. ગૌતમ ભીમા-કોરેગાંવ હિંસાના મામલામાં આરોપી છે.

પૂણે પોલીસનો દાવો- ગૌતમ નવલખાનો હિઝબુલ મુઝાહિદ્દીન સાથે હતા સંબંધ

By

Published : Jul 25, 2019, 9:58 AM IST

પોલીસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગૌતમના આતંકી સાથે સંબંધ હતા. આ જાણકારી અર્બન નક્સલની અન્ય આરોપી રોન વિલ્સનના લેપટોપથી મળી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નવલખા પરવેઝ ખાન નામક શખ્સના સંપર્કમાં હતો, જે હિઝબુલનો કમાન્ડર હતો.

ન્યાયાધીશ રંજીત મોરે અને ન્યાયાધીશ ભારતી ડાંગરેની બેન્ચ ગૌતમ નવલખાના કેસમાં સુનાવણી કરી રહ્યા છે. પૂણે પોલીસ તરફથી અરૂણા પાઈ અને નવલખાની તરફથી યુગ ચૌધરી હાઈકોર્ટમાં આ મામલો લડી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details