પાકિસ્તાનમાં થયેલા નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલા હુમલાને ગૌતમ ગંભીરે શર્મનાક ગણાવ્યો છે. જેના પર ગંભીરે જણાવ્યું કે, દેશમાં CAAની જરૂરીયાત છે.
નનકાના સાહિબ ગુરુદ્વારાનો હુમલો શર્મનાક, CAAની જરૂરીયાત: ગંભીર - BJP નેતા ગૌતમ ગંભીર
पाकिस्तान में सैकड़ों लोगों ने ननकाना साहिब गुरुद्वारे पर पथराव कर दिया. जिसके बाद भारत में घटना की चौतरफा निंदा की गई. बीजेपी नेता गौतम गंभीर ने भी घटना पर अपनी प्रतिक्रिया दी है. નવી દિલ્હી: પાકિસ્તાનમાં હજારો લોકોએ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. જ્યારબાદ ભારતમાં ઘટનાની ચારે તરફથી નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર બાબતે BJP નેતા ગૌતમ ગંભીરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ગંભીર જણાવે છે કે, 'નનકાના સાહિબ ગુરુદ્વારાનું હુમલો શર્મનાક છે અને આ બાબત જણાવે કે દેશમાં CAAની જરૂરીયાત છે.'
gautam gambhir
નનકાના સાહિબ ગુરૂદ્વારામાં થયેલા હુમલા બાબતે ગૌતમ ગંભીર જણાવે છે કે, ગૃહપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે જો પાકિસ્તાનમાં લઘુમતીનો સાથે ભેદભાવ થશે તો ભારત તેને ચોક્કસપણે આશ્રય આપશે. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ભારતના લોકો CAAને સમર્થન આપી રહ્યા છે. પાકિસ્તાનમાં થયેલા હુમલા પછી દેશના લોકો CAAને વધુ ટેકો આપશે.