ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ રામબનમાં સિલિન્ડર બ્લાસ્ટથી ચારના મોત, ત્રણ ઇજાગ્રસ્ત - જમ્મુ-કાશ્મીર ન્યૂઝ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં એક LPG ગેસ સિલિન્ડરમાં આગ લાગવાથી એક મહિલા અને તેની ત્રણ દિકરીઓના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.

રામબનમાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગ
રામબનમાં ગેસ સિલિન્ડર ફાટવાથી આગ

By

Published : Nov 30, 2019, 10:47 AM IST

વધુમાં આ ઘટના ગઇકાલની સાંજની છે. આ સંબંધે અધિકારીઓએ જણાવ્યું કે, LPG ગેસ સિલિન્ડરમાં આગ લાગવાથી થયેલા વિસ્ફોટમાં એક પરિવાર છ લોકો અને તેમના સંબંધીઓને ચપેટમાં લીધા હતા.

તેમણે જણાવ્યું કે, બલોટ નિવાસી દર્શના દેવી અને તેમની ત્રણ દિકરીઓને ગંભીર રીતે ઇજા થવાથી મોત થયું હતું.

મહિલાના ગંભીર રૂપે દાઝેલા બે પુત્રો અને એક સંબંધીને જમ્મુના GMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, મહિલાનો પતિ લગ્ન સમારોહમાં ગયો હતો અને તે ઘર પર હાજર હતો નહીં.

ABOUT THE AUTHOR

...view details