નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં 6 ફેબ્રુઆરીએ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના બની હતી. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ કોલેજની મુલાકાત લેશે. ગાર્ગી કોલેજની વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, 6 ફેબ્રુઆરીએ તેમની કોલેજના વાર્ષિક ઉત્સવ દરમિયાન બહારથી આવેલા યુવાનોએ કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.
DUની ગાર્ગી કોલેજમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતી, સંસદમાં ઉઠ્યો મુદ્દો
દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં 6 ફેબ્રુઆરીએ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થિનીઓ સાથે છેડતીની ઘટના બની હતી. આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કોલેજની મુલાકાત લેવામાં આવશે. આ મુદ્દે કોંગ્રેસના સાંસદે લોકસભામાં પણ સવાલો ઉઠાવ્યાં હતાં. જેનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં ગાર્ગી કોલેજની ઘટના અંગે સવાલ ઉઠાવ્યાં હતાં. જેના જવાબમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયલે જણાવ્યું કે, 'અમારા ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક બહારના લોકો કોલેજમાં પ્રવેશ્યા હતા, જે યોગ્ય નથી. કોલેજ વહીવટી તંત્રને આ અંગે તપાસ કરવા જણાવાયું છે.
મહત્વનું છે કે, કોલેજની એક વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે, કોલેજ વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત નથી. ગત વર્ષે પણ મારી ઘણી મિત્રો પરેશાન થઈ હતી, તેમ છતાં કોલેજ વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.