કાનપુર, ઉત્તર પ્રદેશઃ વિકાસ દુબેના મામલામાં બિહારનું કનેક્શન સામે આવ્યું છે. વિકાસ દુબે બિહારથી કંટ્રી મેડ (દેશી) પિસ્તોલ મંગાવતો હતો. એસટીએફ અને પોલીસની સંયુક્ત તપાસમાં આ ખુલાસો થયો છે. વિકાસ દુબે પાસે ગેરકાયદેસર હથિયારોના સપ્લાયનું મોટું નેટવર્ક હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ અને એસટીએફને તપાસમાં તેના સપ્લાયર્સ વિશે માહિતી મળી હતી. પોલીસ અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા સપ્લાયરની શોધ કરી રહી છે.
વિકાસ દુબે બિહારથી અપગ્રેડેડ કંટ્રી મેડ પિસ્તોલ મંગાવતો હતોઃ STF - illegal weapon supply from bihar
વિકાસ દુબેના મામલામાં બિહારનું કનેક્શન સામે આવ્યું છે. વિકાસ દુબે બિહારથી કંટ્રી મેડ (દેશી) પિસ્તોલ મંગાવતો હતો. એસટીએફ અને પોલીસની સંયુક્ત તપાસમાં આ ખુલાસો થયો છે.
કાનપુર અથડામણ બિકરુ કાંડને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે. બીજી એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. ન્યાયિક સમિતિ પણ આ મામલે તપાસ કરી રહી છે. હવે એક નવું સત્ય સામે એ આવ્યું છે કે, વિકાસ દુબે અને તેના સાથીદારો દ્વારા જે હથિયારો ઉપયોગમાં લેવાયા હતા તે કંટ્રી મેડ (દેશમાં બનેલા) હથિયારો હતા. આ હથિયારો બિહારથી સપ્લાય કરવામાં આવ્યા હતા. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વિકાસ દુબે પાસે આટલી મોટી માત્રામાં હથિયારો આવ્યા ક્યાંથી. આ મુદ્દે પોલીસ અને એસટીએફ તપાસ કરી રહી છે.
તપાસમાં એ સામે આવ્યું છે કે, વિકાસ દુબે બિહારથી અપગ્રેડેડ કંટ્રી મેડ પિસ્તોલ મંગાવતો હતો. આ ઉપરાંત ગેંગસ્ટર વિકાસ દુબે ગેરકાયદેસર હથિયારોના સપ્લાયનું કામ પણ કરતો હતો. એસટીએફએ ખુલાસો કર્યો છે કે, આ સપ્લાયનું નેટવર્ક બહું મોટું છે. પોલીસ અંડરગ્રાઉન્ડ થયેલા સપ્લાયરોની શોધખોળ કરી રહી છે. કાનુપરમાં 2 જુલાઈની મધરાતે ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથીઓએ 8 પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટના પછી સૌથી મોટો સવાલ એ હતો કે, વિકાસ દુબે પાસે હથિયાર આવ્યા કયાંથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.