લખનઉ:યુપી એસટીએફએ એક એન્કાઉન્ટરમાં એક લાખના ઇનામી બદમાશ રાકેશ પાંડેને ઠાર માર્યો છે. જે ભાજપના ધારાસભ્ય કૃષ્ણનંદ રાય હત્યા કેસનો મુખ્ય આરોપી હતો. સરોજીની નગર પોલીસ સ્ટેશન નજીક એસ.ટી.એફ. અને રાકેશ પાંડે વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં ઇનામી રાકેશ પાંડે માર્યો ગયો હતો. રાકેશ પાંડેના એન્કાઉન્ટરના સમાચાર યુપી એસટીએફના આઈજી અમિતાભે આપ્યાં છે.
ઉત્તર પ્રદેશમાં વધુ એક એન્કાઉન્ટર, ગેંગસ્ટર રાકેશ પાંડે ઠાર - મુખ્તાર અંસારી ગેંગ
યુપી એસટીએફએ એક એન્કાઉન્ટરમાં એક લાખના ઇનામી બદમાશ રાકેશ પાંડેને ઠાર માર્યો છે. જે ભાજપના ધારાસભ્ય કૃષ્ણનંદ રાય હત્યા કેસનો મુખ્ય આરોપી હતો.
ઉત્તર પ્રદેશ
તમને જણાવી દઇએ કે, રાકેશ પાંડે ભાજપના ધારાસભ્ય કૃષ્ણનંદ રાય હત્યા કેસનો આરોપી હતો. તે મુખ્તાર અંસારી અને મુન્ના બજરંગીની નજીક રહ્યો છે.
મુન્ના બજરંગીની હત્યા બાદ રાકેશ પાંડે મુખ્તાર અંસારી ગેંગનો મોટો શૂટર બની ગયો હતો. રાકેશ પાંડે ઘણા ગુનાઓમાં સામેલ હતો.