ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચોકીદારને બંધક બનાવી પત્ની અને સગીરા સાથે નરાધમોએ આચર્યું સામુહિક દુષ્કર્મ - ક્રાઇમ ન્યૂઝ

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના શાહપુર વિસ્તારમાં ખાણના ચોકીદાર સાથે અજાણ્યા શખ્સોએ મારપીટ કરી ચોકીદારને બંધક બનાવ્યો હતો. ત્યારબાદ તેમની પત્ની અને સગીરા દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને લૂંટ પણ ચલાવી હતી.

Madhya Pradesh crime
મધ્ય પ્રદેશમાં દુષ્કર્મની ઘટના

By

Published : Aug 2, 2020, 3:34 PM IST

ભોપાલઃ મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના શાહપુર વિસ્તારમાં એક શર્મસાર ઘટના સામે આવી છે. જ્યાં લગભગ 6 જેટલા શખ્સોએ ચાકૂ અને હથિયારના સહારે ચોકીદારને બંધક બનાવી તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ચોકીદારની પત્ની અને તેની પુત્રી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ પરિવારની મદદ માટે પાડોશી આવ્યા હતા, તેમને પણ શખ્સોએ ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ પીડિત મહિલાએ શાહપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘટના બોદરલી ગામની નજીક પિપલગાંવ પાસે ઘટી હતી. જ્યા શનિવારના રોજ રાત્રીના 12 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જાણકારી અનુસાર ચોકીદાર છત્તીસગઢનો રહેવાસી છે અને તે એક ખાણમાં ચોકીદારીનું કામ કરતો હતો.

મધરાત્રીના 12 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સો લૂંટ ચલાવવા માટે ખાણ નજીક પહોંચ્યા હતા અને ચોકીદાર સાથે મારામારી કરી પૈસા માગ્યા હતા. ચોકીદારે જેમ-તેમ કરી 2500 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ શખ્સોએ ચોકીદારની પત્ની અને નાબાલિક પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાન ચોકીદારે બૂમો પાડતા પાડોશીઓ તેમની મદદ માટે આવ્યા હતા, પરંતુ શખ્સોએ તેમની સાથે પણ મારપીટ કરી હતી. બાદમાં ચોકીદાર અને તેમના પાડોશીને દોરડાથી બાંધી દીધા હતા અને ચોકીદારની પત્ની સહિત તેમની નાબાલિક પુત્રી સાથે ખેતરમાં જઇ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાની તપાસ કરતા ખરગોન રેન્જના DIG તિલક સિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details