નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હાથરસમાં સામુહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું છે. ચંદપા પોલિસ વિસ્તારમાં રહેનાર અનુસૂચિત જાતિની યુવતી સાથે 14 સપ્ટેમ્બરના સામુહિક દુષ્કર્મ થયું હતું. સામુહિક દુષ્કર્મ બાદ યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશ : હાથરસ સામુહિક દુષ્કર્મની પીડિતાનું સારવાર દરમિયાન મોત - delhi news
ઉત્તર પ્રદેશના હાથરસમાં સામુહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું છે. ચંદપા પોલિસ વિસ્તારમાં રહેનાર અનુસૂચિત જાતિની યુવતી સાથે 14 સપ્ટેમ્બરના સામુહિક દુષ્કર્મ થયું હતું. સામુહિક દુષ્કર્મ બાદ યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.યુવતી સાથે તેના જ ગામના રેહવાસી 4 યુવકો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
સામુહિક દુષ્કર્મ
હાથરસના ચંદપા વિસ્તારમાં આવેલા એક ગામમાં 19 વર્ષીય યુવતી સાથે 14 સ્પેટમ્બરના રોજ સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જ્યારે તે તેની માતા સાથે ખેતરમાં ગઇ હતી.
મળતી માહીતી મુજબ, ગામના જ ચાર યુવકો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાની અંજામ આપીને યુવકોએ યુવતી પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાનો મૃતદેહ સાંજ સુધીમાં તેના ગામ લાવવામાં આવશે, ત્યારબાદ તેનો અંતિમ સંસ્કાર ગામમાં જ કરવામાં આવશે.