ગાંધીજીએ આઝાદીની લડત દરમિયાન મધ્યપ્રદેશની સંસ્કારધામની એટલે કે જબલપુરની અનેક વખત મુલાકાત લીધી હતી. પરંતુ તેમની મુલાકાતનું સૌથી મહત્વનું પાસું 1933માં સામે આવ્યું હતુ, જ્યારે બાપુએ 'અસ્પૃશ્યો' માટે 'હરિજન' શબ્દ પહેલીવાર વાપર્યો હતો. આ જબલપુરની તેમની બીજી મુલાકાત હતી. શહેરના એક મંદિરે લીધેલા પગલાને કારણે તેમણે આ હરીજન શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેમાં અસ્પૃશ્યોને મંદિરના પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપાઈ હતી. 1933 માં તેમની મુલાકાત દરમિયાન, ગાંધીજી એક અઠવાડિયા સુધી શહેરમાં રહ્યા અને વાયુહર રાજેન્દ્રસિંહના મહેમાન બન્યા હતા. જબલપુરમાં તેમના આ રોકાણ દરમિયાન, 'હરિજન આંદોલન' નો આગાઝ થયો.
જ્યાં ગાંધીજીને મળી હતી નવી ઓળખ, ત્યાં જ મળી સૌથી મોટી હાર - જબલપુર
જબલપુર: ભારત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે ચાલો આપણે એક એવી જગ્યાની વાત કરીએ કે જ્યાં ગાંધીજીને તેમની નવી ઓળખ મળી. અને આ જ સ્થળે તેમને જીવનની સૌથી મોટી હારનો પણ સામનો કરવો પડ્યો, જેણે સ્વતંત્રતાની લડતની દીશા બદલી નાંખી.
બાપુને જબલપુર શહેરમાં તેમના જીવનના ઉતાર-ચડાવનો અનુભવ થયો. એક તરફ, તે આ શહેરમાં અસ્પૃશ્યો માટેના સંત તરીકે ઉભરી આવ્યા અને બીજી તરફ, તેમણે આ સ્થાન પર જ તેમની રાજકીય કારકીર્દિની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસ પ્રમુખની 1939ની ચૂંટણી માટે સુભાષચંદ્ર બોઝે તેમનો વિરોધ થશે એમ માનીને ઉમેદવારીની ઘોષણા કરી.
જ્યારે ગાંધીજીએ આંધ્રપ્રદેશના નેતા, ડૉ.પટ્ટભી સીતારમૈયાનું નામ નેતાજીની વિરુદ્ધમાં ઉમેદવાર તરીકે સૂચવ્યું. ત્યારે ત્રિપુરી સત્રમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સુભાષચંદ્ર બોઝ બહુ ઓછા માર્જીનથી પરતું જીતી ગયા. સીતારમૈયાની હારને ગાંધીજીએ અંગત હાર તરીકે લીધી હતી. અસહકાર આંદોલન વિશે લોકોને માહીતગાર કરવા માટે બાપુ પ્રથમ વખત, વર્ષ 1920 માં જબલપુર ગયા હતા. તેની સાથે તેમની વિદ્યાર્થી મીરાબેન પણ હતા.
આ સમયગાળા દરમિયાન તેઓ શ્યામ સુંદર ભાર્ગવના અતિથિ હતા. તેમની જબલપુરની ત્રીજી યાત્રા 27 ફેબ્રુઆરી 1941 ના રોજ હતી, જ્યારે તેઓ અલ્હાબાદ જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન, ગાંધીજીએ ભેડાઘાટ ની મુલાકાત લીધી હતી. 1942માં પણ ગાંધીજી જબલપુરમાં ટૂંકાગાળા માટે રોકાયા હતા. તે આ શહેરની તેમની છેલ્લી મુલાકાત હતી.ત્યારબાદ જબલપુરના તિલવારા ઘાટ પર નર્મદા નદીમાં ગાંધીજીની રાખને લીન કરવામાં આવી હતી. આ સ્થાન પર હવે રાષ્ટ્રપિતાનું સ્મારક "ગાંધી સ્મારક" છે.