1930ના દાયકામાં મહાત્મા ગાંધીજીનું અસહકાર આંદોલન ચરમસીમાએ હતું, લોકો મહાત્મા ગાંધીના આ આંદોલનમાં જોડાઇને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં હતાં. આ આંદોલનમાં બુંદેલખંડની પણ મહ્તવની ભૂમિકા હતી. જેમ જેમ અસહકાર ચળવળની આગ વધતી ગઈ તેમ તેમ લોકો આ આંદોલનમાં જોડાતા ગયાં. લોકોએ મોટી સંખ્યામાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો. આ જ ક્રમમાં છત્તરપુર જિલ્લાના સિંહાપુરમાં આશરે 60 હજાર લોકો એકઠા થયા અને વિદેશી વસ્તુઓ પરનો કર ભારવાથી ઇન્કાર કર્યો. આમ, લોકો સ્વૈચ્છિક રીતે ગાંધીજીના અહિંસક આંદોલનમાં જોડાયા.
ગાંધી@150: બુંદેલખંડના જલિયાંવાલા બાગમાં જ્યારે અંગ્રેજોએ આશરે 200 ક્રાંતિકારીઓને વીંધી નાખ્યાં હતાં
આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ અવસર પર ઇટીવી ભારત 2જી ઓક્ટોબર સુધી દરરોજ ગાંધીજીના જીવન પર આધારિત અને તેમના જીવનના અલગ-અલગ પાસાઓ પર ચર્ચા કરીએ છીએ. તો આજે આપણે એવા અમૃતસરના જલિયાવાળા બાગ હત્યાકાંડ સિવાય બુંદેલખંડના હત્યાકાંડ વિશે વાત કરીશું. જેમાં બ્રિટિશ સૈનિકોએ 200 ક્રાંતિકારીઓને વીંધી નાખ્યાં હતાં.
કહેવાય છે કે, બુંદેલખંડમાં આટલું મોટું આંદોલન ક્યારેય નહોતું થયું. આ આંદોલનમાં વેપારીઓ, ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. બ્રિટિશ સરકારે બુંદેલખંડમાં આ આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, પણ આંદોલન કર્તાઓએ અંગ્રેજોના વાહનોની તોડફોટ કરી સતત આંદોલનમાં જોડાયેલા રહ્યાં હતાં. થોડા દિવસો બાદ બ્રિટિશ શાસને આંદોલનને વિખેરી નાંખવાનો કારસો ઘડ્યો.14 જાન્યુઆરી, 1931ના રોજ જ્યારે મકરસંક્રાંતિના મેળાની એક સભામાં ભરાઈ હતીં. જેમાં સેંકડો લોકો હાજર હતાં. બ્રિટિશ સૈનિકો અહીં પહોંચ્યા અને ક્રાંતિકારીઓ આંધાધુધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં આશરે 200 ક્રાંતિકારીઓના ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયાં હતાં.
આમ, આ સમગ્ર ઘટનાને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકોનો નરસંહાર થવાથી આ હત્યાકાંડને બુંદેલખંડના જલિયાંવાલા બાગનું નામ અપાયું છે. આ હત્યાકાંડ વિશેની વાતો સાંભળી લોકો આજે પણ હચમચી જાય છે. આમ, સમગ્ર દેશ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવે છે, ત્યારે અહીંના લોકો શહીદ કાંતિકારીઓ માટે પ્રાથના કરે છે.