ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાંધી@150: ગાંધી વિચારધારી અન્ના હઝારે સાથે ખાસ વાતચીત - ઇટીવી ભારત

ન્યૂઝ ડેસ્કઃ આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આ અવસર પર ઇટીવી ભારત બીજી ઓક્ટોબર સુધી દરરોજ ગાંધીજીના જીવન પર આધારિત અને તેમના જીવનના અલગ-અલગ પાસાઓ પર ચર્ચા કરીએ છીએ. અમે દરરોજ એક વિશેષજ્ઞની સલાહ લઇને તે વાત આપના સુધી પહોંચાડીએ છીએ. તો આજે આપણે એવા જ ગાંધીવાદી વિચારધારાના પ્રખર અનુયાયી અન્ન હઝારેની સાથે વાત કરીશું.

Gandhi @ 150

By

Published : Aug 30, 2019, 9:41 AM IST

સામાજિક કાર્યકર અને ગાંધીવાદી વિચારધારી અન્ના હઝારેએ આજની પેઢીને ગાંધીજીને સાચા અર્થમાં સમજવાની સલાહ આપી છે. અન્નનું કહેવું છે કે, આપણે બધાએ ગ્રામવિકાસ પર ભાર મૂકવો જોઈએ. હઝારેએ ઇટીવી ભારત સાથે વાત કરતા કહ્યું કે, આપણે ગ્રામવિકાસ માટે બાપુની કલ્પનાને અનુસરવી જોઈએ. આમ કરીશું તો જ આપણે વધતા શહેરીકરણને કારણે પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઇ કરી શકીશું.

ગાંધી@150: ગાંધી વિચારધારી અન્ના હઝારે સાથે ખાસ વાતચીત

ગાંધીધર્મ પર બોલતા અન્નાએ કહ્યું કે, રાષ્ટ્રની પ્રગતિ માટે ગ્રામીણ વિકાસ જરૂરી છે, પણ આપણી કમનસીબી એ છે, આપણે આઝાદી પછી અવળા રસ્તે ચાલ્યા ગયાં. આજે આપણે ગામડાંઓને બદલી શહેર તરફ આગળ વધી રહ્યા છીએ. આજે લોકો શહેર ભણી નિકળ્યા છે. કારણ માત્ર એટલું છે કે, ગામડાંઓમાં પાયાની સુવિધાનો અભાવ છે. આજના રાજકારણ પર ખેદ કરતા અન્ના કહે છે, અત્યાર સુધીની બધી જ સરકારો ગામડાંઓ કરતાં શહેરો પર વધારે ધ્યાન આપે છે અને આ એક ખોટી રાજનીતિ થઈ રહી છે. અન્નાએ કહ્યું કે, સતત વિકાસ માટે ગાંધીવાદી વિચારધારા પર આગળ વધવાની જરૂર છે. જેના કારણે કુદરતી સંસાધનોનું વધારે પડતું શોષણ નહીં થાય. વધતા શહેરીકરણને કારણે પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું છે. જેના બદલામાં આપણને પ્રદૂષણ અને રોગોનો ભોગ બની રહ્યા છીએ. વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેનાથી આખું વિશ્વ ચિંતાતુર છે. સ્વાભાવિક છે કે, આવી સ્થિતિમાં આપણે આપણા મૂલ્યોને સાચવવા માટે ગાંધીજીના જીવનને અનુસરીએ.

ગાંધી@150: ગાંધી વિચારધારી અન્ના હઝારે સાથે ખાસ વાતચીત

અન્ના હઝારેએ વાતચીતમાં કહ્યું કે, આજે પણ ગાંધીવાદી વિચારધારા 100 ટકા પ્રાસંગિક છે. જેમાં અમર્યાદિત શક્યતાઓ રહેલી છે. ગાંધીની સત્ય અને અહિંસામાં મહાન શક્તિ રહેલી છે. આપણે ફક્ત આંધળું અનુસરણ કરી અહિંસાની શક્તિનો અનુભવ કરી શકતા નથી, આપણે સમજીશું ત્યારે જ અહિંસાની શક્તિનો અનુભવ કરી શકીશું. અન્ના હઝારેએ કહ્યું કે, ગાંધીજીનું આચરણ શુદ્ધ અને દોષરહિત હતું. સત્યાગ્રહીઓએ પણ આ આચરણનું પાલન કરવું જોઈએ. જે લોકો ત્યાગના આધારે જીવન જીવે છે એ લોકો જ સત્યાગ્રહ અને અહિંસાને અપનાવી શકશે.

ગાંધી@150: ગાંધી વિચારધારી અન્ના હઝારે સાથે ખાસ વાતચીત

અન્નાએ વધુમાં કહ્યું કે, લોકોમાં અપમાન સહન કરવાની શક્તિ હોવી જોઈએ. ગાંધીજીનું જીવન અપમાનથી ભરેલું હતું. જેમને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યાં, પરંતુ ગાંધીજીએ ગુસ્સો કર્યો નહોતો. આપણી કમનસીબી છે. આજના યુગમાં ગાંધીવાદી વિચારધારાને સારી રીતે શીખવવામાં નથી આવી રહી. દરેક વ્યક્તિએ ગાંધીવાદી વિચાર અપનાવી પોતાના જીવનમાં માર્ગ બનાવવો જોઇએ. બાળકોને ગાંધી મૂલ્યો વિશે જણાવવું જોઈએ. ફક્ત પુસ્તકીયા જ્ઞાન કંઈ નહીં મળે. દરેક પરિવાર આ મૂલ્યોને પ્રોત્સાહન આપી વાસ્તવિક જીવનમાં અપનાવવું જોઈએ. અંતે આજે સત્ય અને અહિંસા સંપૂર્ણપણે નિષ્ફળ છે. જેનું સૌથી મોટું કારણ લોકોમાં રહેલો સ્વાર્થ છે.

ABOUT THE AUTHOR

...view details