નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે. ભારતમાં પણ આ ખતરનાક વાઇરસના અત્યાર સુધી 499 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ મહામારીથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયાસો કરી રહી છે. કેજરીવાલ સરકારે પણ દિલ્હીમાં લોકડાઉન કર્યું છે. દિલ્હી સરકારને સહયોગ આપવા માટે ભાજપના સાંસદ ગૌતમ ગંભીર મદદે આવ્યા છે. ગંભીરે સાંસદ ફંડમાંથી દિલ્હી સરકારને 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કોરોનાનો પ્રકોપ: ગૌતમ ગંભીરે MP ફંડમાંથી રૂપિયા 50 લાખ આપવાની કરી જાહેરાત - ભાજપના સાંસદ ગૌતમ ગંભીર
કોરોના વાઇરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે. ભારતમાં પણ આ ખતરનાક વાઇરસના અત્યાર સુધી 499 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ મહામારીથી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયાસો કરી રહી છે. કેજરીવાલ સરકારે પણ દિલ્હીમાં લોકડાઉન કર્યું છે.
પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે મુખ્યપ્રધાન કેજરીવાલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે દિલ્હી સરકારની હોસ્પિટલમાં કોરોના વાઇરસની સારવાર માટે આવશ્યક ઉપકરણો ખરીદવા માટે પોતાના સાંસદ ફંડમાંથી 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
વિશ્વના 192 દેશ કોરોનાવાઇરસની ચપેટમાં આવી ચૂક્યા છે. 15337 લોકોના મોત થઇ ચૂક્યા છે. 3 લાખ 51 હજાર 084 લોકો સંક્રમિત છે. જોકે આ દરમિયાન એક લાખ લોકો સ્વસ્થ થયા છે. દેશના સૌથી મોટા હેલ્થ ઓફિસરે કહ્યું- USમાં સંક્રમણના લીધે જે લોકોના મોત થયા છે તેમાંથી 53 ટકા લોકોની ઉંમર 18થી 49 વચ્ચે છે. આ વિશ્વમાં જોવા મળેલા ટ્રેન્ડથી અલગ છે. અમારા ત્રણ પાડોસી દેશોમાંથી પણ અગત્યના સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરવામાં આવી છે. નેપાળમાં 31 માર્ચથી લોકડાઉન રહેશે. બાંગ્લાદેશમાં દરેક જિલ્લામાં હવે સેના તૈનાત કરવામાં આવી છે.