ગુજરાત

gujarat

By

Published : Oct 15, 2020, 8:45 AM IST

Updated : Oct 15, 2020, 1:56 PM IST

ETV Bharat / bharat

ઝોજીલા ટનલનું નિર્માણકાર્ય શરૂ, કારગીલને કાશ્મીરથી જોડશે આ સુરંગ

લદ્દાખની રાજધાની લેહ અને શ્રીનગરને જોડતી 14.15 કિલોમીટર લાંબી એશિયાની સૌથી મોટી ઝોજીલા ટનલ બનાવવાનુ કામ શરુ થઇ ગયું છે. જેનો પ્રારંભ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી કર્યો હતો. આ ટનલનું નિર્માણ પૂર્ણ થતાં લદ્દાખની રાજધાની લેહ અને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરની વચ્ચે આવાગમન સંભવ થશે. આ ટનલ પૂર્ણ થયા બાદ આધુનિક ભારતના ઇતિહાસમાં ઔતિહાસિક સિદ્ધિ હશે.

tunnel
Tunnel

લદ્દાખઃ લદ્દાખના કારગિલ વિસ્તારને કાશ્મીર ઘાટી સાથે જોડનારી ઝોજીલા ટનલનું કામ શરૂ થઇ ગયું છે. જેનો પ્રારંભ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યો હતો. આ ટનલને એશિયાની બે દિશા વાળી સૌથી લાંબી ટનલ માનવામાં આવે છે.

આ ટનલનું નિર્માણ પૂર્ણ થતાં લદ્દાખની રાજધાની લેહ અને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરની વચ્ચે આવાગમન સંભવ થશે. હાલ અત્યારે 11,578 ફૂટની ઉંચાઇ પર ઝોજિલા પાસે નવેમ્બરથી એપ્રિલ દરમિયાન વર્ષના 6 મહિના ભારે બરફવર્ષાને કારણે એનએચ -1, શ્રીનગર-કારગિલ-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવાગમન બંધ રહે છે.

ઝોજીલા ટનલનું નિર્માણકાર્ય શરૂ, કારગીલને કાશ્મીરથી જોડશે સુરંગ

કેન્દ્રીય સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, ગડકરી ગુરૂવારે જમ્મુ કાશ્મીરમાં ઝોજિલા ટનલનો પ્રારંભ કરાવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટનલના નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ શ્રીનગર અને લેહ વચ્ચે આખું વર્ષ સંપર્ક જોડાણના કારણે જમ્મુ-કાશ્મીરનું આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક એકીકરણ શક્ય બનશે. મંત્રાલયે કહ્યું કે, આ ટનલ પૂર્ણ થયા બાદ આધુનિક ભારતના ઇતિહાસમાં ઔતિહાસિક સિદ્ધિ હશે. આ દેશની રક્ષા કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે.

Last Updated : Oct 15, 2020, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details