ચંદ્રયાન-2નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરણ સહિત અનેક લક્ષ્યો હતો. ચંદ્રયાન-2 લેંડર વિક્રમનું ચાંદ પર ઉતરતાની સાથે જ સંપર્ક તૂટવા પર નાયરે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, આપણે વધારે ચિંતા કરવાની જરૂર નથી. હું કહી શકું છું કે, આપણે આ મિશનમાં 95 ટકા કામ તો પૂર્ણ કરી લીધું છે. અને તેમાં સફળતા પણ મળી છે.
તેમણે આગળ વધુમાં જણાવ્યું હતું કે, ઓર્બિટર અંતરિક્ષમાં પહોંચી ગયું છે, તથા તેને તસ્વીરો ખેંચવાનું કામ સારી રીતે કરવું જોઈએ.લગભગ એક દાયકા બાદ ચંદ્રયાન-1 ની સફળતા બાદ ચંદ્રયાન-2નું મિશન શરૂ થયું હતું. જેમાં ઓર્બિટર, લેંડર અને રોવર પણ સામેલ હતું.
નાયરે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લેંડરનો સંપર્ક તૂટી જવો તે નિરાશાજનક છે. તેમણે આ વાતની ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ આપણા બધા માટે નિરાશાજનક છે, સમગ્ર દેશને તેની પાસે બહું આશા રાખી હતી.