લોકમાન્ય તિલકઃ એક શિક્ષણવિદ - કોલેજનું શિક્ષણ
કોલેજનું શિક્ષણ મેળવનારા ભારતીયોની પ્રથમ પેઢીમાંથી આવનારા ટિળકે તેમની બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી માટે ગણિતને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો અને 1877માં પૂણેની ડેક્કન કોલેજમાંથી તેમણે ફર્સ્ટ ક્લાસ સાથે ડિગ્રી મેળવી. તેમની આ સિદ્ધિ જ આ પ્રતિભા વિશે ઘણું બધું કહી જાય છે. આપણે જાણીએ છીએ કે, ગણિતથી તર્ક, સર્જનશીલતા, અમૂર્ત વિચારણાની શક્તિ અને સમસ્યાનો શિસ્તબદ્ધ રીતે ઉકેલ લાવવાની ક્ષમતામાં સુધારો થાય છે.
માત્ર લખતાં અને વાંચતાં શીખવું, એ શિક્ષણ નથીઃ લોકમાન્ય ટિળક
કોલેજનું શિક્ષણ મેળવનારા ભારતીયોની પ્રથમ પેઢીમાંથી આવનારા ટિળકે તેમની બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી માટે ગણિતને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો અને 1877માં પૂણેની ડેક્કન કોલેજમાંથી તેમણે ફર્સ્ટ ક્લાસ સાથે ડિગ્રી મેળવી. તેમની આ સિદ્ધિ જ આ પ્રતિભા વિશે ઘણું બધું કહી જાય છે. આપણે જાણીએ છીએ કે, ગણિતથી તર્ક, સર્જનશીલતા, અમૂર્ત વિચારણાની શક્તિ અને સમસ્યાનો શિસ્તબદ્ધ રીતે ઉકેલ લાવવાની ક્ષમતામાં સુધારો થાય છે.
વાસ્તવમાં, 1879માં ગવર્મેન્ટ લો કોલેજમાંથી એલએલબીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ટિળકે પૂણેની ફરગ્યુસન કોલેજમાં ગણિતનો વિષય ભણાવવાનું શરૂ કર્યું. આગળ જતાં તેઓ પત્રકાર બન્યા અને આઝાદીની ચળવળમાં જોડાયા.
ડેક્કન એજ્યુકેશન સોસાયટી
તેમણે ગોપાલ ગણેશ અગરકર, મહાદેવ બલ્લાલ નામજોશી અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સહિતના તેમના કોલેજના કેટલાક મિત્રો સાથે મળીને 1880ના દાયકામાં ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. તેમનો હેતુ ભારતના યુવાનો માટે શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો હતો.
ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા માટે થઇ હતી, જેણે ભારતીય સંસ્કૃતિ પર ભાર મૂકીને દેશના યુવાધનને ભારતીય રાષ્ટ્રવાદી વિચારોનું શિક્ષણ આપ્યું. આ સોસાયટીએ માધ્યમિક શિક્ષણ માટે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરી અને 1885માં માધ્યમિક બાદના અભ્યાસો માટે ફરગ્યુસન કોલેજની સ્થાપના કરી હતી. સોસાયટીનો ઉદ્દેશ ખાસ કરીને અંગ્રેજી ભાષામાં લોકોને શિક્ષણ પૂરું પાડવાનો હતો, કારણ કે ટિળક અને તેમના સાથીઓ અંગ્રેજીને ઉદાર અને લોકશાહી સિદ્ધાંતોના પ્રસાર માટેનું શક્તિશાળી બળ માનતા હતા. ફરગ્યુસન કોલેજમાં તેઓ સ્વયં ગણિતનો વિષય ભણાવતા.
ડેક્કન એજ્યુકેશન સોસાયટી (1884)ના આજીવન સભ્યો પાસેથી નિઃસ્વાર્થભાવે સેવાના સિદ્ધાંતને અનુસરવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. આગળ જતાં ટિળકને એ જાણીને નિરાશા થઇ કે, કેટલાક સભ્યો તેમાંથી આવક રળી રહ્યા હતા અને આ ધ્યાન પર આવતાં તેમણે રાજીનામું આપી દીધું.
ન્યુ એજ્યુકેશન સ્કૂલ
આ સ્કૂલની સ્થાપના 1880માં વિષ્ણુ ક્રૃષ્ણ ચિપલુણકર, બાળ ગંગાધર ટિળક અને ગોપાળ ગણેશ અગરકર દ્વારા કરવામાં આવી હતી. 1936 સુધી આ શાળા સહ-શિક્ષણ પૂરું પાડતી હતી, જ્યારે ડેક્કન એજ્યુકેશન સોસાયટી (ડીઇએસ – જેની સ્થાપના પણ ચિપલુણકર, ટિળક અને અગરકર સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી)એ ત્યાં સુધીમાં વ્યવસ્થાપન હસ્તગત કરી લીધું હતું. ત્યાર પછી છોકરીઓને તેની અહિલ્યાદેવી હાઇ સ્કૂલ ફોર ગર્લ્સમાં મૂકવામાં આવી.
આઝાદીની ચળવળમાં આ સ્કૂલની સ્થાપના એક મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે તેના દ્વારા, શિક્ષણ પર બ્રિટિશરોના પ્રભુત્વને તોડવા માટેના પ્રયાસનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાની સાથે-સાથે રાષ્ટ્રવાદી વિચાર માટે પ્રેરણા પૂરી પાડવા અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના તમામ સ્થાપકો તે સમયે યુવાન હતા (એનઇએસ શરૂ થઇ, તે સમયે ચિપલુણકર 30 વર્ષના અને ટિળક તથા અન્ય લોકો તેમની વીસીમાં હતા) તેમણે તે સમયે બોમ્બે પ્રેસિડન્સી તરીકે ઓળખાતા પ્રદેશમાં ભારતીયો દ્વારા સંચાલિત શાળાઓ અને કોલેજોની સ્થાપના દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઉપલબ્ધ બનાવવાના લક્ષ્ય સાથે થોડાં વર્ષો પછી ડીઇએસની સ્થાપના કરી હતી.
NESએ બીજી જાન્યુઆરી, 1880ના રોજ 19 વિદ્યાર્થીઓ સાથે ભણાવવાનો પ્રારંભ કર્યો. એક વર્ષની અંદર જ પ્રવેશ સંખ્યામાં દસગણો વધારો થયો અને માત્ર ગણ્યા-ગાંઠ્યાં વર્ષોમાં જ NES બોમ્બે પ્રેસિડેન્સીની સૌથી મોટી શાળા બની ગઇ.
તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન લોકમાન્ય ટિળક કેવળ કૃત્રિમ ઔપચારિક અને ડિગ્રી-કેન્દ્રીત શિક્ષણ નહીં, બલ્કે ગહન સંશોધન અને વિશ્લેષણ થકી સાચું જ્ઞાન પૂરું પાડે તેવા તથા વ્યક્તિમાં તેના દેશની સંસ્કૃતિ અને ઇતિહાસ અંગે જાગૃતિ ફેલાવે અને તેનામાં ગૌરવનો સંચાર કરે તેવા જ્ઞાન પ્રત્યે અડગ અને સમર્પિત રહ્યા.
આધુનિક શિક્ષણ વ્યવસ્થા માટેની તેમની સંકલ્પના પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાની નહીં, બલ્કે ભારતના યુવાનોમાં સમન્વયના મૂલ્યો પર આધારિત વિચાર પ્રક્રિયા વિકસાવવાની હતી.