ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાળ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિ - બાળ ગંગાધર તિલક

બાળ ગંગાધર તિલકનો જન્મ મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વર્ષ 1876માં તેમણે પૂણેમાં ડેક્કન કોલેજમાંથી ગણિત અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. 1879માં તેમણે યુનિવર્સિટી ઓફ બોમ્બે (હાલ મુંબઈ)માંથી કાયદાનું શિક્ષણ સંપન્ન કર્યું. તે પછી તેમણે પૂણેમાં ખાનગી શાળામાં ગણિત શીખવવાનું નક્કી કર્યું, જ્યાંથી તેમની રાજકીય કારકીર્દિનો આરંભ થયો હતો.

બાળ ગંગાધર તિલક 100મી પુણ્યતિથિ
બાળ ગંગાધર તિલક 100મી પુણ્યતિથિ

By

Published : Aug 1, 2020, 12:27 PM IST

બાળ ગંગાધર તિલક (100મી પુણ્યતિથિ 01.08.2020)

• જન્મઃ 23 જુલાઈ, 1856
• જન્મ સ્થળઃ રત્નાગીરી, મહારાષ્ટ્ર
• પિતાનું નામઃ ગંગાધર ટિળક
• માતાનું નામઃ પાર્વતીબાઈ
• પત્નીનું નામઃ સત્યભામાબાઈ
• બાળકોઃ રમાબાઈ વૈદ્ય, પાર્વતીબાઈ કેળકર, વિશ્વનાથ બલવંત ટિળક, રામભાઉ બળવંત ટિળક, શ્રીધર બળવંત ટિળક અને રમાબાઈ સાણે.
• શિક્ષણઃ ડેક્કન કોલેજ, પૂણે, ગવર્નમેન્ટ લૉ કોલેજ અથવા યુનિવર્સિટી ઓફ બોમ્બે (હાલ મુંબઈ)માંથી એલ.એલ.બી.ની પદવી.
• સંકળાયેલ સંસ્થાઓઃ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઈન્ડિયન હોમ રુલ લીગ, ડેક્કન એજ્યુકેશનલ સોસાયટી
• રાજકીય વિચારધારાઃ રાષ્ટ્રવાદ, કડક સમર્થક
• પ્રકાશનોઃ ધ આર્કટિક હોમ ઈન ધ વેદાસ (1903), શ્રીમદ ભાગવત ગીતા રહસ્ય (1915)
• મૃત્યુતિથિઃ 1 ઑગસ્ટ, 1920
• સ્મારકઃ ટિળક વાડા, રત્નાગીરી, મહારાષ્ટ્ર

બાળપણ
બાળ ગંગાધર તિલકનો જન્મ મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વર્ષ 1876માં તેમણે પૂણેમાં ડેક્કન કોલેજમાંથી ગણિત અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. 1879માં તેમણે યુનિવર્સિટી ઓફ બોમ્બે (હાલ મુંબઈ)માંથી કાયદાનું શિક્ષણ સંપન્ન કર્યું. તે પછી તેમણે પૂણેમાં ખાનગી શાળામાં ગણિત શીખવવાનું નક્કી કર્યું, જ્યાંથી તેમની રાજકીય કારકીર્દિનો આરંભ થયો હતો.


1884માં તેમણે લોકોને શિક્ષિત કરવા અને ખાસ કરીને અંગ્રેજી ભાષા શીખવવા માટે ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. કેમકે એ સમયે તેઓ તેમજ તેમના સાથીઓ માનતા હતા કે મુક્ત અને લોકતાંત્રિક વિચારધારા માટે અંગ્રેજી શક્તિશાળી સાધન છે.


મરાઠીમાં કેસરી (સિંહ) તેમજ અંગ્રેજીમાં મરાઠા નામના અખબારો દ્વારા તેમણે લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું હતું. આ અખબારો દ્વારા તેઓ પ્રસિદ્ધ બન્યા અને તેમણે બ્રિટિશરો તેમજ પશ્ચિમી વિચારધારા મુજબના સામાજિક સુધારા તેમજ બ્રિટિશર્સની આલોચના કરી તેમજ બંધારણીય વિચારધારા મુજબના રાજકીય સુધારાની હિમાયત કરનારા મધ્યસ્થીઓની પદ્ધતિઓની ભારે ટીકા કરી.
1916માં બાળ ગંગાધર તિલકે ઈન્ડિયન હોમ રૂલ લીગ શરૂ કરી, જેનું ચમચમતું સ્લોગન રાખ્યું - “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ જંપીશ.”

રાજકીય જીવન
તિલક 1890માં કોંગ્રેસ સાથે જોડાયા.
તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ હળવી શૈલીની પદ્ધતિઓ અને વિચારોનો વિરોધ કર્યો અને વધુ ઉગ્ર અને આક્રમક વલણની હિમાયત કરી.
સ્વરાજ અથવા સ્વ-શાસનની સૌપહેલી હિમાયત તેમણે કરી હતી. તેમણે સ્લોગન આપ્યું, - “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ જંપીશ.” તેઓ માનતા હતા કે સ્વ-શાસન વિના પ્રગતિ સંભવ નથી.
તેઓ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉગ્રવાદી ફાંટાનો ભાગ હતા અને વિદેશી ચીજોના બહિષ્કાર અને સ્વદેશી ચળવળના સમર્થક હતા.
તેઓ બે અખબાર પ્રકાશિત કરતા હતા - મરાઠીમાં કેસરી અને અંગ્રેજીમાં મરાઠા. તેમણે આ સમાચારપત્રોમાં કોઈ પણ ડર રાખ્યા વિના ખુલ્લેઆમ સરકારની કડક ટીકાઓ કરી હતી.
હત્યા માટે ઉશ્કેરણીના આરોપસર તેમને 18 મહિનાના કારાવાસની સજા થઈ હતી. તેમણે ભાગવત ગીતાને ટાંકતાં લખ્યું હતું કે દમન કરનારાઓના હત્યારાઓને દોષિત ઠેરવી શકાય નહીં. આ પછી, બોમ્બેમાં બ્યુબોનિક પ્લેગ ફાટી નીકળ્યો તે દરમ્યાન સરકારે લીધેલાં જુલમી પગલાંનો બદલો લેવા માટે બે ભારતીયોએ બે બ્રિટિશ અધિકારીઓની હત્યા કરી હતી.
બિપિન ચંદ્ર પાલ અને લાલા લજપત રાય સાથે તેઓ ઉદ્દામ મતવાદી ત્રિપુટી - ‘લાલ-બાલ-પાલ’ નામે જાણીતા હતા.
રાજદ્રોહના આરોપસર તેમને ઘણીવાર જેલમાં પુરવામાં આવ્યા હતા. તેમણે 1908થી 1914 દરમ્યાન છ વર્ષ મંડાલય જેલવાસ દરમ્યાન પ્રફુલ્લા ચાકી અને ખુદીરામ બોઝનો બચાવ કરતા લેખો લખ્યા. આ બંને ક્રાંતિકારીઓએ બે અંગ્રેજ મહિલાઓને તેઓ જે ગાડી લઈને જઈ રહી, તેમાં બોમ્બ ફેંકીને તેમને મારી નાંખી હતી. ચાકી અને બોઝે ભૂલમાં એમ ધાર્યું હતું કે આ મહિલાઓ જે લઈને જઈ રહી છે, તેમાં મેજિસ્ટ્રેટ ડગ્લાસ કિંગ્સફોર્ડ છે.
અગાઉ કોંગ્રેસથી છૂટા પડ્યા પછી 1916માં ટિળક ફરી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે જોડાયા.
તેમણે એની બેસન્ટ અને જી.એસ. ખપારડે સાથે મળીને ઓળ ઈન્ડિયા હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી.
ટિળકના રાજકીય આદર્શો મોટા પાયે પૌરાણિક હિંદુ શાસ્ત્રોમાંથી પ્રેરિત હતા.
તેમણે લોકોને પોતાની સંસ્કૃતિ માટે ગૌરવ લેવા આહ્વાન કર્યું. તેઓ સમાજના નિર્લજ્જ પશ્ચિમીકરણના વિરોધી હતા.
તેમણે ઘરમાં થતી સરળ ગણેશ પૂજાને સામાજિક અને જાહેર ગણપતિ તહેવારમાં ફેરવ્યો.
તેઓ ગણેશ ચતુર્થી અને શિવ જયંતિ (શિવાજી મહારાજની જન્મજયંતિ)ના તહેવારોનો ઉપયોગ લોકોમાં એકતા સાધવા અને રાષ્ટ્રીય ભાવના પ્રબળ બનાવવા માટે કરતા. કમનસીબે, આને લીધે બિન-હિંદુ સમુદાય તેમનાથી દૂર થઈ ગયો.
1894થી તેમણે શરૂ કરેલો સાર્વજનિક ગણેશોત્સવ હજુ સુધી એટલો જ લોકપ્રિય છે અને મહારાષ્ટ્રના મુખ્ય તહેવારોમાં તેનું સ્થાન છે.

સામાજિક વિચારધારા
ઉદ્દામ રાષ્ટ્રવાદી નેતા હોવા છતાં બાળ ગંગાધર ટિળકના વિચારો રૂઢિચુસ્ત હતા.
તેઓ હિંદુ મહિલાઓને આધુનિક શિક્ષણ આપવાના વિરોધી હતા.
કન્યાઓની લગ્નલાયક વય 10 વર્ષથી વધારીને 12 વર્ષની કરવાની દરખાસ્ત મૂકતા ખરડાનો તેમણે શરૂઆતમાં વિરોધ કર્યો હતો. વયમર્યાદામાં આ વધારા સાથે તેઓ સંમત થયા છતાં, તેમણે આ પગલું બ્રિટિશરો દ્વારા ભારતીયોના સામાજિક અને ધાર્મિક જીવનમાં દખલગીરી તરીકે વખોડ્યું હતું.

લોકમાન્ય તિલક વિશે હકીકતો
1893માં બોમ્બે અને પૂણેમાં હિંદુ-મુસ્લિમ કોમી રમખાણો ફાટી નીકળ્યાં, ત્યારે ટિળકે હિંદુ-મુસ્લિમ સંબંધો પ્રત્યે બ્રિટિશ સરકારના ભાગલાવાદી અભિગમની આકરી આલોચના કરી હતી. તેમણે બ્રિટિશ સરકાર ઉપર 'વિભાજન કરો અને શાસન કરો'ની નીતિ અપનાવવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે રાષ્ટ્રમાં પોતાના ત્રણ મંત્રો દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો - વિદેશી માલસામાનનો બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વ-શાસન - પોતાની સરકાર.
બાળ ગંગાધર ટિળકે 1893માં ગણેશ અને 1895માં શિવાજી નામે બે મહત્ત્વના તહેવારોનું આયોજન કર્યું હતું. ગણેશ એટલા માટે કે આ ભગવાન હાથીનું નેતૃત્ત્વ કરે છે અને તમામ હિંદુઓ તેની પૂજા કરે છે તેમજ શિવાજી એટલા માટે કેમકે તેઓ ભારતમાં મુસ્લિમ શાસન સામે લડનાર તેઓ પહેલા હિંદુ શાસક હતા અને તેમણે 17મી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેમણે આ બંને તહેવારોના મંચનો ઉપયોગ લોકોમાં જાગરુકતા ફેલાવવા અને બ્રિટિશ શાસન વિરુદ્ધ સંમેલન યોજવા કર્યો હતો.
ટિળક ઉપર બોમ્બે હાઈ કોર્ટમાં ભડકાઉ ભાષણો અને રાજદ્રોહના આરોપસર ત્રણ પ્રસંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક પ્રસંગે ટિળક એવાં શબ્દો બોલ્યા હતા, ત્યારે તેમના બચાવ માટેના વકીલ મોહમ્મદ અલી ઝીણા હતા.
પૂણેની ફર્ગ્યુસન કોલેજના સ્થાપકોમાં તેઓ સામેલ હતા અને તેઓ ત્યાં ગણિત પણ શીખવતા.
લોકોને શિક્ષિત અને માહિતગાર કરવના ધ્યેયથી તેમણે સમાચારપત્રો શરૂ કર્યાં હતાં. કેસરી નામનું અખબાર મુખ્યત્વે લોકોને સંબોધનનું કામ તેમજ લોકોનાં અજ્ઞાન દૂર કરવા માટેના પ્રયત્નો કરતું હતું.

અખબારી સ્વાતંત્ર્ય
ટિળકના મતે અમલદારશાહીની ટીકા કરવાનો અધિકાર અખબાર પાસે છે. અલબત્ત, અખબારની ફરજ છે કે તે લોકોની ફરિયાદો સરકાર સુધી પહોંચાડે. ટિળકના પ્રહારો વધુને વધુ આક્રમક બનતા ગયા તેમ બ્રિટિશ સરકારે તેમની સતામણી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ટિળક અડગ રહ્યા અને તેમણે પોતાના પ્રબળ પ્રહારો ચાલુ રાખ્યા હતા.
ટિળક એમ કહેતા કે “આપણે સરકારની મહેરબાની મેળવવા માટે સમાચારપત્રો શરૂ કર્યા નથી. નીતિ વિશે આપણી ટીકાથી સરકારને અણગમો થાય, તો તેનું આપણને દુઃખ ન હોવું જોઈએ. ઉપરાંત, સરકારની આ નારાજગીનાં પરિણામો ભોગવવામાં પણ આપણને ખચકાટ ન હોવો જોઈએ. જો સરકારની દમનકારી નીતિનો વિરોધ નહીં કરવામાં આવે અને સરકારની મૂરખામીઓ વિશે જો આપણે કંઈ કહીશું નહીં તો તે ખરેખર સમાચારપત્ર કહેવાશે ખરું ? આપણા વિચારો અને અભિવ્યક્તિ કદાચ કઠોર લાગે, પરંતુ એનું કારણ આપણી વિચારધારા જ છે. જ્યારે ઘૃણાસ્પદ, ખોટા અને ભયંકર અન્યાયના વિરોધમાં દિલ બળે છે, ત્યારે જે આગ ભડકે છે, તે સ્વાભાવિક રીતે જ લખાણમાં અને લેખકની અભિવ્યક્તિઓમાં પ્રતિબિંબિત થશે.”
અલબત્ત, 1908માં ટિળકે સરકાર ઉપર કરેલા આ પ્રહારોને કારણે તેમના ઉપર સરકારે કાર્યવાહી ચલાવી હતી. પરંતુ ટિળકે આ કાર્યવાહીનો ઉપયોગ અખબારી સ્વાતંત્ર્યના અધિકારને વધુ ભારપૂર્વક રજૂ કરવા માટે કર્યો હતો.

સ્વરાજ માટે ટિળકનો અભિગમ - સ્થાનિક માટે અવાજ
બાળ ગંગાધર ટિળકનું રાજકીય ધ્યેય ભારતના લોકો માટે સ્વરાજ અથવા પોતાની સરકાર હાંસલ કરવાનું હતું. 20મી સદીના શરૂઆતનાં વર્ષોમાં ટિળક સૌથી વધુ નોંધપાત્ર અને રાજકીય વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિત્ત્વ હતાં, જેમણે દેશના લોકોને હોમ રૂલ મારફતે સૌપહેલીવાર સ્વરાજના હક પ્રત્યે સભાન કર્યા. ટિળકે સ્લોગન આપ્યું - સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું તે મેળવીને જ જંપીશ.


1916માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના લખનઉમાં યોજાયેલા સત્ર દરમ્યાન ટિળકે જાહેર કર્યું ઃ સ્વરાજ ભારતીયોનો જન્મસિદ્ધ અધિકાર છે. ટિળક માટે સ્વરાજનો અર્થ હોમ રૂલ અથવા ભારતના લોકો માટે પોતાની સરકાર - એવો હતો. સામાન્ય રીતે સ્વરાજનો અનુવાદ કરીએ તો સ્વ-શાસન અથવા વિદેશી રાજકીય પ્રભુત્વ માટે સ્વતંત્રતા - એવો થાય. તેનો અર્થ બ્રિટિશ સાર્વભૌમત્વની ઉપેક્ષાનો ન હતો.


ટિળકે ભારપૂર્વક જણાવ્યું કે સ્વરાજ ન હોવાથી અમારાં જીવન અને અમારા ધર્મ નિરર્થક છે. સ્વરાજ વિના જીવન સાર્થક નથી. ટિળક ભારતના લાયક નાગરિકો માટે સરકારી નોકરીઓ મેળવવામાં ખાસ ઉત્સુક ન હતા. તેમના જ શબ્દોમાં જોઈએ તો, મોટા પગાર સાથેનાં પદો મેળવવાનો અર્થ સ્વરાજ નથી. તેમના મતે સ્વરાજનો અર્થ રાજકીય સિદ્ધાંતમાં આમૂલ પરિવર્તન હતો. ટિળકને સંપૂર્ણ સ્વરાજ જોઈતું હતું. તેમના જણાવ્યા મુજબ, ધર્મરાજ્ય હેઠળ સ્વરાજ કાં તો સંપૂર્ણ પણે અસ્તિત્ત્વમાં હોય છે, અથવા તો તેનું અસ્તિત્ત્વ જ હોતું નથી. ભારતના લોકો માટે આંશિક સ્વરાજ જેવી કોઈ ચીજ હોઈ ન શકે, એમ ટિળક માનતા. તેમણે જાહેર કર્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ જંપીશ. બંગાળના ભાગલા દરમ્યાન ટિળકે ચાર મુદ્દાનો કાર્યક્રમ ઘડ્યો હતો - સ્વદેશી, બહિષ્કાર, રાષ્ટ્રીય શિક્ષણ અને સ્વરાજ માટે સવિનય પ્રતિકાર. જોકે, તેમની રાજકીય કાર્યપદ્ધતિની ચર્ચા આપણે ઉપર કરી.

ABOUT THE AUTHOR

...view details