તેલંગાણા: 21 મેના રોજ તેલંગાણામાં સામુહિક આત્મહત્યાની દુ:ખદ ઘટના બની હતી. પશ્ચિમ બંગાળ અને બિહારના પરપ્રાંતિય 9 મજૂરો ગુરૂવારે વારંગલ જિલ્લાના ગોરેકુન્તા ગામના કુવામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
વારંગલના કુવામાંથી મળેલા 9 મૃતદેહોનો આજે અંતિમ સંસ્કાર કરાય તેવી શક્યતા - પોસ્ટ મોર્ટમ
તેલંગાણાના વારંગલમાંથી થોડા દિવસો અગાઉ એક કુવામાંથી 9 મૃતદેહ મળી આવ્યા હતા. આજે આ મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવે તેવી શક્યતા છે.
ક્રાઇમ લેબોરેટરી અલ્ટીમેટ એવિડન્સ સિસ્ટમ(CLUES) ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, તેમના શરીર પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા નથી. તેઓએ મહાત્મા ગાંધી મેમોરિયલ (એમજીએમ) સરકારી હોસ્પિટલમાં મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું. CLUESની ટીમે શનિવારે કેટલાક નમૂનાઓ એકત્રિત કર્યા હતા.
રવિવારે તમામ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી શક્યતા છે. મૃતક મજૂર મકસુદના પરિવારની ધાર્મિક વિધિ એમજીએમ હોસ્પિટલમાં કરવામાં આવશે. જ્યારે અન્ય બે લોકોની અંતિનવિધિ પોથેના મંદિર નજીકના કબ્રસ્તાનમાં કરવામાં આવશે.