આ અંતિમ સંસ્કારની ઘડીમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના તમામ મોટા માથાઓ પાર્રિકરની અંતિમ યાત્રામાં જોડાશે.
મનોહર પાર્રિકરની આજે અંતિમ વિદાય
ન્યૂઝ ડેસ્ક: ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરની ગત રોજ તેમના નિવાસ સ્થાને નિધન થઈ ગયું છે. તેઓ 63 વર્ષની ઉંમરના હતાં. તેમનો અંતિમ સંસ્કાર એકદમ રાજકીય સન્માન સાથે આજે સાંજે થશે. તેમના પાર્થિવ દેહને ગોવા ભાજપ કાર્યાલય સ્થિત રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો મનોહર પાર્રિકરના પાર્થિવ દેહનાં દર્શન કરવા આવી રહ્યા છે. હાલ ત્યાં ભારે માત્રામાં લોકોની ભીડ એકઠી થઈ રહી છે.
લોકોની આંખો આંસૂઓથી છલકાઈ
જ્યારે ત્રિરંગામાં લપેટાઈને મનોહર પાર્રિકરનો પાર્થિવ દેહ ભાજપ કાર્યાલય સ્થિત લાવવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર સૌ કોઈની આંખમાંથી દડદડ આંસૂઓ વહેવા લાગ્યા હતાં. ભાજપ કાર્યાલયમાં એક પ્રકારનો માતમ છવાલેયો હતો. સૌ કોઈ સમર્થકોની આંખો ભીની હતી.
લોકોના ટોળે ટોળે ઉમટવા લાગ્યા
એક નાના એવા રાજ્યના મુખ્ય પ્રધાનથી લઈ દેશના રક્ષા મંત્રી સુધીના સફર કરનારા આ સાદગીના ચાહક નેતા મનોહર પાર્રિકર માટે આજે લાખોની સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. મનોહર પાર્રિકરના અંતિમ દર્શન કરવા લોકોના ટોળે ટોળે પણજી સ્થિત ભાજપ કાર્યાલયમાં એકઠા થઈ રહ્યા છે.