લખનઉઃ સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે હાથરસ ઘટના મામલે વિદેશથી ફંડિગ કરવામાં આવ્યું છે. મોરેશિયસથી વેબસાઈટના માધ્યમથી ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાને લઈ 50 હજારના ફંડિગ થયું હોવાનું સામે આવ્યું છે. સુત્રોનું કહેવું છે કે આ રકમ આના કરતાં પણ વધારે છે. પરંતુ હાલ 50 કરોડ રકમ જ એજન્સીએ જણાવી છે.
આ પહેલા પણ 'justiceforhathrasvictim' નામની વેબસાઈટ બનાવી ફંડિગ થતું હોવાની વાત બહાર આવી છે, જે અંગે ઈડી તપાસ કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાથરસ મામલાને લઈ ઉત્તરપ્રદેશમાં શાંતિ વ્યવસ્થાને ભંગ કરવા માટે કેટલાય સંગઠન અને લોકો સક્રિય છે. એવામાં હવે હાથરસ મામલે નાણા એકઠા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદેશમાંથી ફંડિગ થયું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં હાથરસની ઘટનાને લઈ શાંતિ ભંગ કરવાનુ મોટુ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. હાથરસ મામલે નાણા એકઠા કરવાના ષડયંત્રને લઈ પોલીસ તપાસ કરી રહી છે.