કુપવાડામાં વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અહીં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા માર્ચ પોસ્ટને સલામી આપવામાં આવી હતી. જેમાં જમ્મુ કાશ્મીર પોલીસ, ભારતીય રિઝર્વ પોલીસ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, જમ્મુ કાશ્મીર હોમગાર્ડ તથા પોલીસના કમાંડો સામેલ થયા હતાં.
સ્વતંત્રતા દિવસની જમ્મુ કાશ્મીરમાં જોરશોરથી તૈયારી, કાશ્મીર ઘાટીમાં ફુલ ડ્રેસ રિહર્સલ - જમ્મુ કાશ્મીર
કુપવાડા: જમ્મુ કાશ્મીરના દરેક જિલ્લામાં સ્વતંત્રતા દિવસ સમારોહ આયોજીત કરવા માટે સરકારની યોજના અંતર્ગત મંગળવારે કુપવાડામાં જિલ્લા પોલીસ લાઈનમાં ધ્વાજારોહણ કાર્યક્રમમાં ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું.આ જ રીતની તૈયારી હંદવાડા તથા કરનાહમાં પણ કરવામાં આવી હતી.
ians
આ પ્રસંગે પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કુપવાડામાં 161 અટકાયેલી યોજના પર કામ કરવા માટે 415 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જિલ્લા યોજના અંતર્ગત અલગ અલગ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ માટે 213 કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
Last Updated : Aug 14, 2019, 8:26 AM IST