નવી દિલ્હીઃ ભારતમાંથી ભાગીને બ્રિટેનમાં રહેનારા વિજય માલ્યાએ એક વખત ફરી કહ્યું કે, તે પોતાની તમામ લોન ચૂકવવા તૈયાર છે. વિજય માલ્યાએ મંગળવારે સવારે 2 ટ્વીટ કરીને આ અંગે કહ્યું છે. માલ્યાએ કહ્યું કે, બેન્ક અને ED મારી મદદ નથી કરી રહ્યાં.
ભાગેડુ ઘોષીત થયેલા વિજય માલ્યાએ લખ્યું કે, ભારત સરકારે સમગ્ર દેશને લોકડાઉન કર્યો છે, જે કોઈએ પણ વિચાર્યું નહોતું. હું આ નિર્ણયનું સમ્માન કરૂં છું, પરંતુ લોકડાઉનના કારણે મારી તમામ કંપનીઓનું કામ-કાજ બંધ થઇ ગયું છે. તમામ પ્રકારનું ઉત્પાદન બંધ છે. આ ઉપરાંત અમે કર્મચારીને ઘરે મોકલી શકતા નથી અને કર્મચારીને કિંમત પણ ચૂકવવી પડે છે. સરકારે અમને મદદ કરવી જોઈએ.