ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - news of zodiac predection

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમાશુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળરૂ રાશિફળ

By

Published : Feb 7, 2020, 6:01 AM IST

મેષ: નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે સવાર સમય અનુકળ છે. સરકારી લાભ થવાની પણ શક્યતા છે. વેપારીઓને વ્‍યાવસાયિક લાભ થાય અને નોકરિયાતો પર ઉપરી અધિકારીઓ ખુશ રહે. આપના વિચારોમાં ઝડપથી ફેરફાર થાય. પરંતુ બપોર પછી મનમાં દૃઢતા અને વિચારોમાં મન અટવાયેલું રહે. માનસિક થાક વર્તાય. જળ અને અન્‍ય પ્રવાહીઓથી ચેતવું.

વૃષભ: આજે સ્‍નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આપને આનંદ થાય. નાણાકીય આયોજનો પાર પાડવામાં થોડો વિલંબ થાય પરંતુ તમારા પ્રયાસો પછી સફળતાની શક્યતા ચોક્કસ છે. અત્યારે તમારે આત્મવિશ્વાસ અને દૃઢ નિર્ધાર સાથે આગળ વધવાનું છે. તમારી વાણીની મીઠાશથી બીજાનો સહકાર ઝડપથી મેળવી શકશો.

મિથુન:આપનો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ જોતા લાભદાયક નીવડશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્‍ત્રો, મિત્રો અને કુટુંબીજનો સાથેના સહવાસ આપના દિવસને આનંદમય બનાવશે. આજે મનમાં નિષેધાત્‍મક વિચારો પ્રવેશવા ન દેવાની સલાહ આપવામાં આવે છે. નોકરી- ધંધામાં અનુકૂળ વાતાવરણ રહે. સામાન્‍ય રીતે આપ ઉત્‍સાહ અને તાજગીનો અનુભવ કરો.

કર્ક: આજે આપની નાણાની આવક ઓછી અને ખર્ચ વધારે થશે. આંખોના દર્દથી હેરાનગતિ થાય. માનસિક ચિંતા રહે અથવા વૈચારિક ગડમથલ રહે તો કામમાંથી વિરામ લઈને મનને આનંદ થાય અથવા હળવાશ અનુભવાય તેવા કાર્યોમાં ધ્યાન પરોવજો. વાણી અને વર્તનમાં વિનમ્રતા રાખવી. કોઇ સાથે ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્‍યાન રાખવું. બપોર પછીથી આપની સમસ્‍યામાં બદલાવ આવશે. આપને આર્થિક દૃષ્ટિએ લાભ થશે. શારીરિક માનસિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો જણાશે. પરિવારનું વતાવરણ પણ સારું રહેશે. મનમાંથી નકારાત્‍મક લાગણીઓ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.

સિંહ: આજે આપના મનમાં ક્રોધ અને આવેશની લાગણી રહેવાથી અન્‍ય સાથેના વ્‍યવહારમાં ખૂબ જ સંભાળપૂર્વક રહેવું પડે. આપને આરોગ્‍યની પણ થોડી સંભાળ લેવાની સલાહ છે. જો મનમાં બેચેની આવે તો નકારાત્મક વિચારોને દૂર રાખવા. કુટુંબીજનો સાથે ખટરાગ થાય પરંતુ બપોર પછી આપનું મન સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરતું જણાશે. પરિવારજનો સાથે બહાર ભોજન લેવા જવાનો પ્રસંગ બને. આપનું શારીરિક સ્‍વાસ્‍થ્‍ય પણ સારું થતું જણાશે. ખર્ચ પર અંકુશ રાખવો પડશે.

કન્યા: આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળભર્યો હશે. પરિવારના સભ્‍યો સાથે આપને સુમેળભર્યા સંબંધો રહે. મિત્રો સ્‍વજનો પાસેથી ભેટ ઉપહાર મળે. નોકરી ધંધાના સ્‍થળે આપના કામને બિરદાવશે. જેથી આપ ખુશ હશો. બપોર પછી આવક વૃદ્ધિનો યોગ છે. આપ કોઇ રમણીય સ્‍થળની મુલાકાત લેશો. ઉંમરલાયક યુવક- યુવતીઓ જીવનસાથીની શોધમાં સફળ રહેશે. મિત્રો દ્વારા લાભ થાય.

તુલા: આજે શરૂઆતના ભાગમાં આપનું મન ચિંતાથી અને વિષાદથી ઘેરાયેલું રહેશે પરંતુ જેમ સમય પસાર થશે તેમ તમારી વૈચારિક સકારાત્મકતા વધશે અને સંજોગો તમારી તરફેણમાં આવતા હોય તેવું લાગશે. શરીરમાંથી થાક અને આળસ દૂર ફેંકીને ઉત્સાહ દાખવશો તો સ્થિતિ વધુને વધુ સારી હોવાનો અહેસાસ થશે. ઉપરી અધિકારીઓ સાથે કામ પુરતી વાત કરવી. સંતાનોને તમારી વાત સરળ રીતે અને તેમને પસંદ હોય તેવી શૈલીમાં સમજાવવી. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના માટે લાભકારક રહેશે. આપની બઢતીના યોગે નોકરી વ્‍યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રે માન- સન્‍માન પ્રાપ્‍ત કરશો. દાંપત્‍યજીવનમાં સુખશાંતિનો અનુભવ થશે. આરોગ્‍ય સારું રહેશે.

વૃશ્ચિક: આજે આપ આધ્યાત્મિકતા અને ઇશ્વરની પ્રાર્થનાથી અનિષ્‍ટ બાબતોમાંથી રાહત મેળવી શકશો. આજના દિવસે આપ તનમનથી સ્‍વસ્‍થ રહેશો પરંતુ ક્યાંક કંઈક ખુટતું હોય તેવું મનમાં લાગ્યા કરે. બોલવા પર કાબૂ રાખવાથી અનેક સમસ્યાઓ અને ખટરાગ ટાળી શકશો. પેટના દર્દોથી પરેશાન હોય તેવા જાતકોએ ભોજનની અતિશયોક્તિ ટાળવી. વ્‍યવસાયમાં હરીફો સામે અડગ રહેવાની તૈયારી રાખવી. ઉપરી અધિકારીઓ સાથે મહત્વની ચર્ચામાં વિલંબ થઈ શકે છે. નોકરીમાં વધુ મહેનતની અથવા નવી જવાબદારી સંભાળવાની તૈયારી રાખવી.

ધન: આજનો સમગ્ર દિવસ સુખ અને દુખની મિશ્રિત લાગણીઓ ધરાવતો હશે. સવારના સમય દરમ્‍યાન આપ મોજમજા મનોરંજનના ખોવાયેલા રહેશો. પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા હશે. તન- મનથી પણ સ્‍વસ્‍થ હશો. પરંતુ બપોર પછી આપના મનમાં નકારાત્‍મક વિચારોની લાગણી ઉદભવતા મન વ્‍યથિત બને માટે આવી સ્થિતિને ટાળવા અગાઉથી જ મન ખુશ રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને ક્રોધની લાગણી દૂર રાખવી. કુટુંબીજનો તથા સહકાર્યકરો સાથે ખટરાગ ટાળવા માટે સહકારની ભાવના વધારવી. વધારે પડતાં ખર્ચથી બચવાની સલાહ આપવામાં આવે છે.

મકર: આજે આપને વિજાતીય વ્‍યક્તિઓ સાથે વધારે રહેવાનું બને અથવા મુલાકાત થાય. મનગમતા પાત્રો સાથે હોટલમાં જમવાનું સારા વસ્‍ત્રો આભૂષણો પહેરવાના પ્રસંગો બને. વાહનસુખ મળે માન સન્‍માન અને ખ્‍યાતિ મળે. પરંતુ બપોર પછી આપની શારીરિક અને માનસિક સ્થિરતા ઘટી શકે છે માટે મેડિટેશન કરવું. વધુ પડતો ખર્ચ આવી પડે. સ્‍વભાવમાં ગુસ્સો રહેતો હોય તો અત્યારે શાંતિ જાળવવાનો મહત્તમ પ્રયાસ કરવો. પરિવારજનો અને સહકર્મચારીઓ સાથે મનદુ:ખના પ્રસંગો બને તેવું કોઈપણ કાર્ય કરવાથી દૂર જ રહેવું.

કુંભ : આજના દિવસે આપને કાર્યસફળતા અને યશકીર્તિ મળશે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. સામાજિક માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. બપોર પછી આપ ક્યાંક મનોરંજનનો કાર્યક્રમ ગોઠવશો. મિત્રો- સ્‍વજનો સાથે બહાર ફરવા જવાનો અથવા તો પાર્ટી- પિકનિકમાં જવાની યોજના ઘડાય. વિજાતીય વ્‍યક્તિઓ સાથે મુલાકાત થશે. સારું લગ્‍નસુખ પ્રાપ્‍ત થાય.

મીન: આપનો આજનો દિવસ સારી રીતે પસાર થાય. કલાક્ષેત્રે આપની અભિરૂચિ વધશે. મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. સ્‍ત્રીવર્ગ પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદદાયી નીવડે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. બપોર પછી આર્થિક લાભની શક્યતા છે. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. તેથી દિમાગ પર અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વિરોધીઓ સામે આપને સફળતા મળે. અધુરાં કાર્યો પૂરા થશે.

ABOUT THE AUTHOR

...view details