મેષ: આજે આપ સામાજિક ક્ષેત્રે તેમજ જાહેર ક્ષેત્રે લોકોની સરાહના મેળવી શકો. ધનલાભના યોગ છે. કુટુંબ જીવનમાં તેમજ દાંપત્યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થાય. પ્રવાસ પર જવાનું બને. આજે આપ બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ પરંતુ તે સમયે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આજે સ્વભાવમાં અને વિચારોમાં થોડો આવેગ રહે. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકો. સમાધાનકારી વલણ અપનાવવું પડે.
વૃષભ: આપનો આજનો દિવસ આનંદથી પસાર થશે. આજે આપ શરીર અને મનથી સ્વસ્થ રહેશો. આપના કાર્યો નિઘાર્રિત રીતે આયોજન અનુસાર પૂરા થાય. આર્થિક લાભની સંભાવના છે. ખોરંભે ચઢી ગયેલાં કાર્યો પૂર્ણ થશે. મોસાળ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે અને તેના તરફથી કોઇ લાભ થાય. બીમાર વ્યક્તિને માંદગીમાં સુધારો જણાય. સહકાર્યકરોથી લાભ થાય.
મિથુન: આપનો આજનો દિવસ મધ્યમ રીતે પસાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ છે. સંતાનો અને જીવનસાથી સંબંધિત બાબતોમાં તમારો ઘણો સમય વ્યતિત થશે જેથી બીજા કાર્યોમાં ધ્યાન ઓછુ રહેશે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારી હોય તેમણે ભોજન પર સંયમ રાખવો. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્ય વ્યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઇનું મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું.
કર્ક: આપનો વર્તમાન દિવસ થોડું સંભાળીને ચાલવા જેવો છે. કારણ કે શારીરિક અને માનસિક અસ્વસ્થતાના કારણે આપનામાં કામ કરવાનો ઉત્સાહ જરૂર કરતા ઓછો રહે. છાતીમાં દર્દ કે અન્ય કોઇ વિકારથી પીડાતા જાતકોએ અત્યારે સારવારમાં જરાય ગાફેલ રહેવું પોષાય તેમ નથી. ઘરના સભ્યો સાથે કોઈપણ બાબતે શાંતિથી બેસીને ચર્ચા કરવી અને દરેકને જેટલો વધુ આદર આપશો એટલા સંબંધોમાં ઘનિષ્ઠતા અનુભવશો. જાહેર પ્રતિષ્ઠાનો વધુ પડતો મોહ રાખવો નહીં. અનિદ્રાના કારણે પણ મન થોડુ વ્યાકુળ રહી શકે છે.
સિંહ:આપના કાર્યોમાં સફળતા મળવાથી તેમજ પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળવાથી આપ પ્રસન્ન હશો. ભાઇબહેન સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તેમના તરફથી લાભ થવાની સંભાવના છે. કોઇ રમણીય સ્થળની મુસાફરી દોસ્તો અને સ્હેનીજનો સાથે થાય. આરોગ્ય સારું રહે. પ્રિયપાત્રની મુલાકાતથી આપ રોમાંચ અનુભવો. આર્થિક લાભનો સંકેત મળે છે. મન ઉદ્વેગરહિત હશે. ભાગ્યવૃદ્ધિ થાય. ગાઢ પ્રેમાળ સંબંધો બંધાય. ચિત્તની પ્રસન્નતા વધશે. નવા કાર્યો કરવા માટે શુભ દિવસ છે.
કન્યા: આજનો દિવસ આપના માટે અનુકૂળ રહેશે. આપની વાણીની મધુરતાથી આપ અન્યનું મન જીતી શકશો. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. વાણી પર સંયમ રાખી કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. આર્થિક લાભ થવાની શક્યતા છે. આપ નિષેધાત્મક વિચારોથી દૂર રહેવું. મિત્રો- સ્વજનોથી મુલાકાત થાય. પ્રવાસની શક્યતા છે.