દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસ યથાવત છે. જેનાથી ટ્રેન અને ફ્લાઈ સેવાઓને અસર પડી છે. મળતી માહિતી મુજબ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં આજે ગાઢ ધુમ્મસ છવાયેલું છે. ધુમ્મસને કારણે 450 ફ્લાઈટ અને 30થી વધુ ટ્રેન પ્રભાવિત થઈ છે.
મોડી ચાલી રહેલી ટ્રેનની યાદી ઉત્તર રેલવે દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હી આવનારી 30થી વધુ ટ્રેન ધુમ્મસને કારણે પ્રભાવિત થઈ છે. જેમાં પુરુષોત્તમ એક્સપ્રેસ, કૈફિયત એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, મહાબોધિ એક્સપ્રેસ, જીટી એક્સપ્રેસ સહિતની અન્ય ગાડીઓ 1 થી 5 કલાક મોડી ચાલી રહી છે. ઉપરાંત 450 ફ્લાઈટ તેના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. 21 ફ્લાઈટના રુટમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ સિવાય 40 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.
મોડી ચાલી રહેલી ટ્રેનની યાદી હવામાનની વાત કરીએ તો, નવા વર્ષે દિલ્હીમાં કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 થી 3 જાન્યુઆરી દરમિયાન અહીં સામાન્ય વરસાદ થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ 3 જાન્યુઆરી પછી ઠંડીમાં વધારો થઈ શકે છે.