સોમવારની મોડીરાત્રે દિલ્હીના સીલમપુરના રહેણાંક વિસ્તારમાં એક ઈમારત પત્તાના મહેલની જેમ ખરી પડી હતી. જર્જરીત ઈમારત ધસી પડવાથી તેના કાટમાળ નીચે ચાર લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કેટલાક લોકોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા છે. પરંતુ ઈજાઓના કારણે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.
દિલ્હીના સીલમપુરમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 2 નાં મોત 3 ઘાયલ - ઈમારત ધરાશાયી
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. સોમવારે રાત્રે બનેલી આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતાં. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં છે.
દિલ્હીના સીલમપુરમાં ચાર માળની ઈમારત ધરાશાયી
હાલમાં ચાર લોકોને સલામત રીતે બહાર કાઢવા યુધ્ધના ધોરણે બચાવકાર્ય ચાલી રહ્યુ છે. આ બનાવમાં 2 લોકોના મોત થયા હતાં તેમજ 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં.
Last Updated : Sep 3, 2019, 4:16 AM IST