ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PFIના 4 શંકાસ્પદ લોકોની ધરપકડ, છૂપાવેશે જઇ રહ્યા હતા હાથરસ - UP police

ઉત્તરપ્રદેશ જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યમુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે ટોલ પ્લાઝા નજીક ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા લોકો પાસેથી એક બુક, લેપટોપ અને કેટલાક મોબાઈલ પણ મળી આવ્યા છે.

UP
યુપી પોલીસે ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરી

By

Published : Oct 6, 2020, 9:58 AM IST

મથુરાઃ ઉત્તરપ્રદેશ જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યમુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે ટોલ પ્લાઝા નજીક ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા લોકો પાસેથી એક બુક, લેપટોપ અને કેટલાક મોબાઈલ પણ મળી આવ્યા છે.

આ તમામ લોકો હાથરસ કેસ સંદર્ભે પત્રકારના વેશમાં હાથરસ જઈ રહ્યા હતા. પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું કે ચારેય લોકો પેપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરો હોવાનું કહેવાઈ રહ્યું છે, પકડાયેલા વ્યક્તિઓમાં એક કેરળનો રહેવાસી પણ છે.

ગુપ્તચર એજન્સી દ્વારા પ્રાપ્ત પર પોલીસે સોમવારે મોડી રાત્રે યમુના એક્સપ્રેસ વે પર ચેકીંગ ઓપરેશન હાથ ધર્યું હતું. માંટ ટોલ પ્લાઝા નજીક કારમાં ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.આ ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી મોબાઇલ લેપટોપ અને એક પુસ્તક પણ મળી આવ્યું છે. આ બધા પોતાને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓ હોવાનું જાણવા મળ્યું છે, જે પ્રતિબંધિત સંસ્થા છે. પોલીસ અને ગુપ્તચર વિભાગની ટીમો ધરપકડ કરાયેલા શખ્સની પૂછપરછ કરી રહી છે કે તેઓ હાથરસ કેસ સાથે જોડાયેલા છે કે નહી.


વરિષ્ઠ પોલીસ અધિક્ષક ડૉ.ગૌરવ ગ્રોવરએ જણાવ્યું હતું કે સોમવારે રાત્રે ટોલ પ્લાઝા પર તપાસ કરતા કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે, હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમનો હાથરસની ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અતીક રહમાન, કેરળના રહેવાસી મોહમ્મદ મસુદ અહેમદ કપ્પનની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details