પાલીઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં સોમવારે વહેલી સવારે ગુડા આંદલા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમમાં આવતા કેરાવા હાઇવે ઉપર કામદારોથી ભરેલી મીની ટ્રક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં મિની ટ્રકમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અંગે માહિતી મળ્યા બાદ ગુડા આન્દલા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા બાંગર હોસ્પિટલમાં ખસેડ્યા હતા .
રાજસ્થાનના પાલીમાં મીની ટ્રકે મારી પલટી, 4 લોકોના મોત, 6 ઘાયલ - Pali district in rajasthan
રાજસ્થાનના પાલી જિલ્લામાં સોમવારે વહેલી સવારે ગુડા આંદલા પોલીસ સ્ટેશન વિસ્તારની સીમમાં આવતા કેરાવા હાઇવે ઉપર કામદારોથી ભરેલી મીની ટ્રક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં મિની ટ્રકમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ મૃતકો પ્રતાપગઢ જિલ્લાના સાદરી વિસ્તારનો રહેવાસી છે, જેઓ દિલ્હીથી મીની ટ્રકમાં બેઠા હતા અને સાંડેરાવ પહોંચવાના હતા. આ દરમિયાન મીની ટ્રક સાંડેરાવ પહેલા કિરેવા નજીક પલટી ગઈ હતી. જેમાં સવાર બે મહિલાઓ અને બે બાળકોનાં એમ ચારના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને પાલીની બાંગર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ અકસ્માત અંગે મૃતકના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. તેમજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.