મંગળવારે સવારે 8 વાગ્યે મુજ્ફફરપુરના મધુબન ગામમાં ચાર લોકો શૌચાલયની ટાંકીમાં સફાઈ માટે ઉતર્યા હતાં. પહેલા એક મજૂર ઉતર્યા હતો જે ટાંકીમાં પડી ગયો હતો. જેના કારણે પરિવારના લોકો ગભરાય ગયા હતાં. તેના બચાવવા બીજો વ્યક્તિ પણ ટાંકીમાં ઉતર્યો તે પણ પડી ગયો હતો.
બિહારમાં ખાળકુવામાં ગુંગળામણથી 4ના મોત, મૃતક એક જ પરીવારના - ટાંકીમાં ગુંગળામણથી મોત
મુજ્ફ્ફરપુરઃ બિહારનાં મુજ્ફફરપુરમાં શ્વાસ રૂંધાવાથી એક જ પરિવારના ચાર લોકોના કરુણ મોત થયા છે. શૌચલયની ટાંકી સાફ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ બનાવથી ગામમાં શોકનો માહોલ પ્રસર્યો છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદ મેળવી તમામ મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢ્યા હતાં.
બિહારના એક જ પરિવારના ચાર લોકોનું શૌચાલયની ટાંકીમાં ગુંગળામણથી મોત
આ રીતે એક બીજાને બચાવવાના ચક્કરમાં ચાર લોકો ટાંકીમાં પડી ગયા હતાં. ટાંકીમાં તેમને ઓક્સીજન નહી મળતાં શ્વાસ રૂંધાયો હતો. તેમને બહાર કઢાઈ તે પહેલા ચારેયના કરુણ મોત નિપજ્યા હતાં.
ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ કાફલો મધુબન ગામમાં પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકો અને મજૂરોની મદદથી તમામ ચારના મૃતદેહને બહાર કાઢ્યા હતાં અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.