ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસના માથે રાજકીય સંકટ વચ્ચે રિસોર્ટમાં રોકાયેલા ચાર ધારાસભ્યો જ્યપુર દર્શને

ભાજપના કથિત હોર્સ ટ્રેડિંગથી ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં રખાયા છે. કોંગ્રેસનાં માથે રાજકીય સંકટ ઉભું થયું, ત્યારે કોંગ્રેસના 4 ધારાસભ્યો રિસોર્ટની બહાર નીકળી ગયા છે. જાણવા મળ્યું છે કે, આ ચારેય ધારાસભ્ય પોલીસ સુરક્ષાની વચ્ચે જયપુર દર્શને નીકળ્યા છે.

a
કોંગ્રેસના માથે રાજકીય સંકટ વચ્ચે રિસોર્ટમાં રોકાયેલા ચાર ધારાસભ્યો જ્યપુર દર્શને

By

Published : Mar 16, 2020, 4:02 PM IST

જયપુરઃ શહેરના શિવ વિલાસ રિસોર્ટમાં રોકાયેલા કોંગ્રેસના 4 ધારાસભ્યો પૈકી બળદેવજી ઠાકોર, સી.જે. ચાવડા, વિમલ ચુડાસમા અને હિંમત પટેલ રિસોર્ટની બહાર નીકળી ગયા છે. પોલીસ સુરક્ષા સાથે આ ચારેય ધારાસભ્યો જયપુર શહેરમાં ગયા છે.

શિવ વિલાસ રિસોર્ટમાં કોંગ્રેસના 37 વિધાનસભ્યો રોકાયા છે. સોમવારે સાંજે વધુ 25 ધારાસભ્યો આવી શકે તેવી શક્યતા છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી બચવા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર શિફ્ટ કરાયા છે. સોમવારે સવારે કેટલાક ધારાસભ્યો ગાર્ડનમાં હળવાશની પળો માણતા જોવા મળ્યા હતાં.

આ રિસોર્ટમાં સિવિલ ડ્રેસમાં પોલીસ જવાનોને પણ તૈનાત કરાયા છે. રિસોર્ટમાં પરવાનગી વગર પ્રવેશ આપવાની મનાઈ ફરમાવાઈ છે. મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો શનિવારે જયપુર પહોંચ્યા હતાં. ત્યારબાદ રવિવારે વધુ 23 ધારાસભ્યો આવી પહોંચ્યા છે. અન્ય 25 ધારાસભ્યો સોમવાર રાત સુધીમાં આવી જાય તેવી સંભાવના છે. તમામ વિધાનસભ્યોની જોરદાર રીતે મહેમાનગતી થઈ રહી છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સર્જાયુ ત્યારે પણ ધારાસભ્યો આ રિસોર્ટમાં રખાયા હતા. બીજીવાર કોંગ્રેસે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત પર ભરોસો મુક્યો છે. જેથી હાલમાં પણ ગહલોત સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details