ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર ઘાયલ

બિહાર રાજ્યમાં હાલ પુરની સ્થિતી છે અને વિજળી પડવાથી બિહારમાં 100થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. ત્યારે આ આફતો વચ્ચે હવે ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થવાની માહિતી મળી છે. આ પહેલા પણ બિહારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી ચુકી છે.

બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર ઘાયલ
બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર ઘાયલ

By

Published : Jul 26, 2020, 4:15 AM IST

પૂર્ણિયા(બિહાર): રાજ્યના પૂર્ણિયા જિલ્લામાં શનિવારે સવારે એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના ઘટી હતી, જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. તેમની હાલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

જ્યારે વાત કરવામાં આવે તો આ અઠવાડિયાની શરૂઆતમાં જ સિલિન્ડર બ્લાસ્ટમાં છ બાળકોના મોત નીપજ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details