મૃતકોમાં 4 વર્ષનો બાળક, બે સ્ત્રી અને એક પુરુષનો છે. બસ કરાડથી મુંબઇ જઇ રહી હતી ત્યારે અચાનકજ ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ ખાઇમાં પડી ગઇ હતી. આ ઘટનામાં બસનો ચાલક નાલામાં પડી ગયો હતો.
મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 નાં મોત - Maharashtra accident news
મુંબઇ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 30 લોકોને ઇજા પહોંચી છે.
મહારાષ્ટ્રમાં વિશાળ માર્ગ પર અકસ્માત, ચારનાં મોત
આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને બસમાંથી બહાર કઢાયા હતા. ઘાયલોને ખોપોલીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે અને પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Nov 4, 2019, 1:06 PM IST