જયપુરઃ જયપુર પોલીસના 4 કમાન્ડો રવિવારે મોડી રાત્રે કોરોનાથી સંક્રમિત મળ્યા છે. સંક્રમિત મળેલા આ ચાર કમાન્ડો પોલીસ લાઇનમાં તૈનાત હતા, જેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેની સાથે જ તેમના સંપર્કમાં આવેલા અન્ય પોલીસકર્મીઓને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમની કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસ લાઇનના જે બરેકમાં સંક્રમિત મળી આવેલા કમાન્ડો રહેતા હતા, તેને પુરી રીતે સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.
જયપુરમાં પોલીસ લાઈનમાં તૈનાત ચાર કમાન્ડોને કોરોના પોઝિટિવ
જયપુર પોલીસ કમિશ્નરેટની પોલીસ લાઇનમાં તૈનાત ચાર કમાન્ડો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ તમામને મેડિકલ ટીમે સારવાર માટે ક્વોરન્ટાઇન કર્યા છે.
જયપુર પોલીસ કમિશ્નરેટની પોલીસ લાઇનમાં તૈનાત 4 કમાન્ડો વિકાસ, અશોક, સુભાષ અને છોટૂ રવિવારે મોડી રાત્રે કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા. તેમને મેડિકલ ટીમ દ્વારા સારવાર માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો તેના સંપર્કમાં આવેલા પોલીસના અન્ય જવાનોને પણ ક્વોરન્ટાઇન કરીને તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ ચાર જવાનોની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે કોન્ટેક્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જયપુર પોલીસ કમિશ્નરેટમાં અત્યાર સુધીમાં 13 પોલીસકર્મીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે, જેમાં પોલીસ લાઇન, અલગ-અલગ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના જવાનોનો સમાવેશ થાય છે. જો કે, પૂર્વમાં કોરોના સંક્રમિત મળેલા પોલીસના 9 જવાન સ્વસ્થ થઇને ડ્યુટી પર પરત ફર્યા છે. આ સાથે જ પ્લાઝમાં થેરેપી માટે પ્લાઝમા પણ ડોનેટ કરી ચૂક્યા છે.