નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરમે એક ઘટના મામલે દ્રમુક સાંસદ કનિમોઝીના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે એરપોર્ટની એક ઘટના અંગે કનિમોઝીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. જેમાં તેમને તેમની નાગરિકતા વિશે પૂછવામાં આવ્યું હતું તે અંગે વાત કરી હતી. ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે, તેમની સાથે પણ આવું બન્યું હતું.
ચિદમ્બરમે કહ્યું, "ચેન્નઈ એરપોર્ટ પર DMKના સાંસદ કનિમોઝીનો અપ્રિય અનુભવ અસામાન્ય નથી. મેં સરકારી અધિકારીઓ અને સામાન્ય નાગરિકોના આ પ્રકારના ટોળા પણ સાંભળ્યા છે, જેમણે મને રૂબરૂ અથવા ફોન પર હિન્દીમાં બોલવા કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, જો કેન્દ્ર ખરેખર પ્રતિબદ્ધ છે કે, હિન્દી અને અંગ્રેજી બંને ભારતમાં અધિકારીક ભાષા છે, જો આવું હોય તો કેન્દ્રએ આ વાત પર ભાર મુકવો જોઈએ કે, કેન્દ્ર સરકારના બધા કર્મચારી હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓ બોલી શકે.
તેમણે સવાલ કર્યો કે, જ્યારે બિન હિન્દી ભાષી લોકો કેન્દ્ર સરકારના પદ પર ભર્તી થાય તો તેઓ હિન્દી બોલવાનું તાત્કાલિક શીખી જતા હોય છે છતા એવામાં હિન્દી ભાષી કર્મચારીઓ અંગ્રેજી બોલવાનું કેમ નથી શીખતા.