ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યૌન શોષણ કેસ મામલે BJP નેતા ચિન્મયાનંદને 14 દિવસની જેલની સજા - former union minister chinmayanand arrested

ઉત્તરપ્રદેશ : શાહજહાંપુર યૌન શોષણ કેસમાં ભાજપના પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરવામાં આવી છે. યૂપીની SIT ઈન્વેસ્ટીગેશન ટીમે ચિન્મયાનંદની શાહજહાંપુર માંથી ધરપકડ કરી છે. તેમને મેડિકલ ટેસ્ટ માટે જિલ્લાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

etv bharat

By

Published : Sep 20, 2019, 11:24 AM IST

Updated : Sep 20, 2019, 1:33 PM IST


શાહજહાંપુર લો વિદ્યાર્થીના યૌન શોષણ મામલે SITની ટીમે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અને ભાજપના નેતા ચિન્મયાનંદની ધરપકડ કરી છે. ચિન્મયાનંદની તેમના આશ્રમમાંથી જ ધરપકડ કરાઈ છે.

પીડિતાએ આત્મવિલોપનની ચિમકી આપી હતી

યૌન શોષણ કેસ મામલે BJP નેતા ચિન્મયાનંદને 14 દિવસની જેલની સજા

પીડિતાએ કહ્યુ હતું કે, જો ચિન્મયાનંદની ધરપકડ કરવામાં નહિ આવે તો આત્મહત્યાની ધમકી આપી હતી. શાહજહાંપુરની એસ.એસ લૉ કોલેજમાં એલ.એલ.એમનો વિદ્યાર્થી અભ્યાસ કરી રહી છે. જેમને 24 ઓગ્સટના રોજ ફેસબુક પર એક વીડિયો વાયરલ કરી પૂર્વ કેન્દ્રીય પ્રધાન પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીની ગુમ થઈ જતાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.

પુછપરછ દરમિયાન કેન્દ્રિય રાજ્ય ગૃહ પ્રધાન અને ભાજપ નેતા ચિન્મયની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતા.

Last Updated : Sep 20, 2019, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details