- તેલંગાણાના પ્રથમ ગૃહ પ્રધાન નૈની નરસિમ્હા રેડ્ડીનું નિધન
- નૈની નરસિમ્હા રેડ્ડીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ
- હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી
હૈદરાબાદ : તેલંગાણાના પ્રથમ ગૃહ પ્રધાન અને વરિષ્ઠ નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. નૈની નરસિમ્હા રેડ્ડી 28 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જે બાદ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.