જયપુર: એક દિગ્ગજ રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રમુખ ભંવર લાલ શર્માનું શુક્રવારે જયપુરમાં નિધન થયું હતું. મુખ્યપ્રધાન અશોક ગેહલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ, પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે, ભાજપ પ્રદેશ પ્રમુખ સતીષ, જયપુરના સાંસદ રામચરણ બોહરા અને અન્ય નેતાઓએ ભંવર લાલ શર્માનું 95 વર્ષની વયે અવસાન થતાં શોક વ્યક્ત કર્યો છે.
BJPના વરિષ્ઠ નેતા ભંવરલાલ શર્માનું નિધન, PM મોદી અને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ - ભંવર લાલ શર્મા
BJPના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન ભાજપના પૂર્વ અધ્યક્ષ ભંવર લાલ શર્માનું જયપુરમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધન પર PM મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
ભંવર લાલ શર્મા
પીઢ ભાજપના દિગ્ગજ નેતાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ એક ટ્વિટમાં લખ્યું કે, રાજસ્થાનમાં પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અત્યંત મૂલ્યવાન હતી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતિષ પૂનીયાએ જણાવ્યું હતું કે, રાજકારણમાં ભંવર લાલ શર્માનો મોટો ફાળો છે. આ ઉપરાંત તેમને સરળતામાં વિશ્વાસ કરતા હતા અને ધારાસભ્ય કે પ્રધાન હતા, ત્યારે તેમને ક્યારેય સરકારી સુવિધાઓનો ઉપયોગ કર્યો ન હતો.