ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના સંક્રમિત, ટ્વીટ કરી જાણકારી આપી

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે જ ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી.

Former President of India
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

By

Published : Aug 10, 2020, 3:01 PM IST

નવી દિલ્હીઃ દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સોમવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે જ ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમવારના રોજ જણાવ્યું કે, તે પોતે કોરોના સંક્રમિત છે.

પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ટ્વીટ

તેમણે ટ્વીટ કરી કહ્યું કે, ‘અન્ય કારણોસર હૉસ્પિટલ ગયો હતો પરંતુ આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.’

પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી કહ્યું કે, ‘હું અપીલ કરું છું કે, જે લોકો ગત અઠવાડિયે મારા સંપર્કમાં આવ્યા છે. તે લોકો સેલ્ફ ક્વોરેન્ટાઇનની સાથે જ કોરોનાની તપાસ કરાવે.’

તમને જણાવી દઇએ કે, કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ભારતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ 62,064 કેસ સામે આવ્યા છે. આ સાથે જ સોમવારના રોજ સંક્રમિત લોકોનો આંકડો 22 લાખને પાર પહોંચ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 1007 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details