નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી. જો કે, હાલ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર છે. બ્રેન સર્જરી બાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.
તમને જણાવી દઈએ કે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની બ્રેન સર્જરી સફળ રહી હતી. આ સર્જરી પહેલા 84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લાના કિરનાહાર ગામમાં પ્રણવ મુખર્જીના સારા સ્વસ્થ માટે એક યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. મુખર્જીના પિતૃક ગામમાં શરુ થયેલો આ યજ્ઞ 72 કલાક સુધી ચાલશે.