ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબમાં વિશેષજ્ઞોના સમૂહને માર્ગદર્શન આપશે મનમોહનસિંહ - manmohan Singh news

પંજાબ રાજય સરકાર દ્વારા કોવિડ-19 બાદ અર્થવ્યવસ્થાને ફરી યોગ્ય રીતે શરૂ કરવા માટે વિશેષજ્ઞ સમૂહનું આયોજન કર્યુ છે. જેમાં પૂવ વડાપ્રધાન મનમોહન સિંહ તેમનું માર્ગદર્શન આપશે.

Etv Bharat
manmohan singh

By

Published : Apr 27, 2020, 9:11 PM IST

ચંડીગઢઃ પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે સોમવારે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કોવિડ-19 બાદ રાજ્યમાં અર્થવ્યવસ્થા ફરી ઉભી કરવા અને રણનીતિ બનાવવાં માટે વિશેષજ્ઞોના સમૂહને માર્ગદર્શન આપવાના તેમના આગ્રહનો સ્વીકાર કર્યો છે.

અમરિંદર સિંહે ટ્વીટ કર્યુ કે, 'મેં મોન્ટેકસિંહ આહલુવાલિયાના નેતૃત્વમાં નિષ્ણાતોના જૂથને માર્ગદર્શન આપવા માટે મનમોહન સિંહને પત્ર લખ્યો હતો. જેનો સ્વીકાર કરવા બદલ હું તેમનો આભારી છું. અમે આર્થિક પ્રગતિના માર્ગ પર પંજાબને આગળ વધારવા માટે સખત મહેનત કરી રહ્યાં છીએ અને કોવિડ -19 પછી અમે ફરીથી તેના પર ધ્યાન કેન્દ્રીત કરીશું.'

રાજ્ય સરકારે 25 એપ્રિલે પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાના નેતૃત્વમાં વિશેષજ્ઞોની સમીતિનું ગઠન કર્યુ હતું. જેથી રાજ્યની વ્યવસ્થાને ફરી યોગ્ય રીતે શરૂ કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details