ઇટીવી ભારત સાથે વાત કરતા તેમણે INS વિરાટ વિશે જાણકારી આપી હતી. જ્યારે તેમને પ્રેસ નોટમાં મોદીએ કરેલા દાવાઓનું નકારતા કહ્યું કે, 32 વર્ષ પહેલા રાજીવ ગાંધી એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે ગયા હતા, રાજીવ ગાંધી લક્ષ્યદ્વીપની સરકારી યાત્રા પર હતા, તેમની સાથે બહારની કોઇ વ્યક્તિ ન હતી.
INS પર થયા ‘વિરાટ’ આરોપ-પ્રત્યારોપ, પૂર્વ નૌસેના પ્રમુખે 'મોદી' પર કર્યા પ્રહાર - Navy
નવી દિલ્હીઃ INS વિરાટ મામલે વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધી પર કરેલા આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. ત્યારે પૂર્વ નૌસેનાના પ્રમુખ એમ રામદાસે વડાપ્રધાન મોદીના આરોપોને નકારતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ INS વિરાટ પર રજા ગાળવા માટે ગયા નથી, તે તેમનો અધિકારીક પ્રવાસ હતો.
તેમણે પ્રેસ નોટમાં કહ્યું કે, રાજીવ ગાંધીએ મોટા ભાગના દ્વીપના પ્રવાસો કર્યા હતા, તેમાં તેઓ દ્વીપના સ્થાનીક અધિકારઓને મળવા પહોંચ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજીવ ગાંધી સાથે તેમની પત્ની સોનીયા ગાંધી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકારી યાત્રામાં વડાપ્રધાનને તેમની પત્ની સાથે સર્વિસ એયરક્રાફ્ટનો ઉપયોગ કરવાનો અધિકાર હોય છે. જ્યારે કોઇ પણ જહાજ ગાંધી પરિવારના પોતાના અંગત ઉપયોગ માટે મોકલવામાં આવ્યું ન હતું.
આ મુદ્દા પર કોંગ્રેસ નેતા અભીષેક મનુએ કહ્યુ કે, હવે તો પૂર્વ નૌસેના અધ્યક્ષ એડમિરલ રામદાસએ પણ સાફ કરી દીધુ છે કે, વડાપ્રધાન મોદી ખોટું બોલી રહ્યા છે. રાજીવ ગાંધી INS વિરાટ પર સરકારી યાત્રામાં ગયા હતા.