કોંગ્રેસ છોડ્યા બાદ રાણે ભાજપના સપોર્ટથી રાજ્યસભામાં ચૂંટાયા હતાં અને તેઓએ 'મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષ' પાર્ટીની રચના કરી છે જે NDA પાર્ટીનો એક ભાગ છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન 1 સપ્ટેમ્બરે ભાજપમાં જોડાશે - gujarati news
મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે 1 સપ્ટેમ્બરના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
![મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન 1 સપ્ટેમ્બરે ભાજપમાં જોડાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4286537-thumbnail-3x2-cm.jpg)
narayan rane
રાણે પત્રકારોને કહ્યું હતું કે, હું સોલાપુરમાં 1 સપ્ટેમ્બરના રોજ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. જ્યાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક રેલીને સંબોધન કરશે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાંકપાના ધારાસભ્ય રાણા જગજીતસિંહ પાટીલ અને સાતારાના સાંસદ ઉદયનરાજે ભોંસલે પણ ટૂંક સમયમાં પાર્ટીમાં જોડાશે.