ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જોધપુરના પૂર્વ રાજાએ કરાવ્યો કોરોના ટેસ્ટ, રિપોર્ટ નેગેટિવ આવ્યો - જોધપુરમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા

સોમવારે જોધપુરના પૂર્વ સાંસદ અને પૂર્વ રાજા ગજસિંહ તેમના આરોગ્યની તપાસ માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો.

etv bharat
જોધપુરના પૂર્વ રાજાનએ કોરોના ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ નેગેટિવ આવ્યો

By

Published : Jul 13, 2020, 6:43 PM IST

જોધપુર: શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. શહેરના દરેક વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના કેસ સતત સામે આવી રહ્યા છે.તે દરમિયાન સોમવારે પૂર્વ સાંસદ અને જોધપુરના પૂર્વ રાજા ગજસિંહ આરોગ્યની તપાસ માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેને ઓબ્ઝર્વેશનમાં મૂકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર વાઇરલ થઇ ગયા બાદમાં તેમની સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે 70 વર્ષિય પૂર્વ રાજાને સામાન્ય સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ગંભીર પરિસ્થિતિ જેવું કંઈ નથી.

તેમને દમની તકલીફ છે જેથી શ્વાસ લેવામાં તકલીફ હતી. જેના કારણે તેમને ગોયલ હોસ્પિટલમાં કોરોનાની તપાસ કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details