ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય સી.એફ. થોમસનું અવસાન - MLA from Changanassery

કેરળ કોંગ્રેસ (મણિ) પ્રાદેશિક પક્ષના સ્થાપક નેતાઓમાંના એક અને ચાંગનાસરીના નવ વખતના ધારાસભ્ય સી.એફ. થોમસનું તિરુવાલાની એક ખાનગી હોસ્પિટલમાં 81 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ઘણા મહિનાઓથી બિમાર હતા.

MLA C.F. Thomas
MLA C.F. Thomas

By

Published : Sep 27, 2020, 2:25 PM IST

તિરુવનંતપુરમ: કેરળના પૂર્વ મંત્રી અને ચાંગનાસરીના ધારાસભ્ય સી.એફ. થોમસનું 81 વર્ષની વયે અવસાન થયું. પઠાણમથીટ્ટા જિલ્લાના તિરુવાલાની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.

થોમસ 1980માં કોટ્ટાયમ જિલ્લાના ચાંગનાસરીથી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 1980ની ચુંટણી બાદ વર્ષ 2016ની ચૂંટણી સુધી તે જ બેઠક પરથી સતત નવ વખત જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details