ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીની તબિયત લથડી, AIIMSમાં દાખલ કરાયા - ગૃહ પ્રધાન અમિત શાહ

ભાજપ નેતા અને મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણાપ્રધાન રહેલા અરૂણ જેટલીને દિલ્હીના એમ્સમાં મેડિકલ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. જેટલી લાંબા સમયથી અસ્વસ્થ છે. વડાપ્રધાન મોદી પણ AIIMSમાં અરૂણ જેટલીને મળવા પહોંચ્યા છે.

જેટલી AIIMSમાં ભરતી, અમિત શાહ મળવા પહોંચ્યા

By

Published : Aug 9, 2019, 8:33 PM IST

પૂર્વ નાણા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોની અનુસાર જેટલીને શુક્રવારે મેડિકલ ચેક અપ માટે દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબે જેટલને મળવા AIIMS પહોંચ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને સ્વાસ્થ્ય પ્રધામ હર્ષ વર્ધન AIIMS પહોંચી ગયા છે.

વધુમાં જણાવીએ તો જેટલી લાંબા સમયથી બિમાર છે. પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીએ પોતાના સ્વાસ્થયના કારણે આપીને વડાપ્રધાન મોદી પાસે મંત્રીમંડળમાં સમાવેશ ન કરવાનો આગ્રહ કર્યો હતો.

વડાપ્રધાનને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, 'છેલ્લા 18 મહિનાઓથી મને ગંભીર બિમારીઓ છે. ડોકટરોની મદદથી હું મહત્તમ બિમારીઓથી સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે.' તેમણે કહ્યું કે, 'હું આ નિવેદન કરવા માટે તમને ઔપચારિક રૂપથી પત્ર લખી રહ્યો છું કે, મને પોતાને સારવાર અને પોતાના સ્વાસ્થ્યને ઉચિત સમય આપવો જોઇએ અને તેથી જ નવી સરકારમાં મને કોઇ જવાબદારીઓ લેવી જોઇએ નહીં.'

અરૂણ જેટલીએ કહ્યું હતું કે, 'લોકસભા ચૂંટણી અભિયાન દરમિયાન તેમણે સોંપવામાં આવેલી જવાબદારીઓ લેવામાં સક્ષમ હતા, પરંતુ હું ભવિષ્યમાં અમુક સમય સુધી કોઇ પણ જવાબદારીઓથી દૂર રહેવા ઇચ્છું છું. જેનાથી હું પોતાની સારવાર અને સ્વાસ્થય પર ધ્યાન આપી શકીશ.'

ABOUT THE AUTHOR

...view details