ગુજરાત

gujarat

By

Published : Aug 6, 2019, 11:32 PM IST

Updated : Aug 7, 2019, 3:08 AM IST

ETV Bharat / bharat

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધનઃ આજે અંતિમવિધિ

ન્યુઝ ડેસ્ક: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન થયુ છે. મંગળવારે સાંજ પછી તેમને હ્દયરોગનો હુમલો આવ્યો હતો. તેમને સારવાર માટે AIMSમાં ખસેડયા હતાં. જ્યાં રાત્રીના 11 વાગ્યના આસપાસ તેમના નિધનના સમાચાર આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ હર્ષવર્ધન હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. બુધવારે બપોરે 3 વાગ્યે રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરાશે. આ પહેલા તેમનો પાર્થિવ દેહ ભાજપ કાર્યલય ખાતે પણ રખાશે.

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધનઃ આજે અંતિમવિધિ

મોદી સરકારના પહેલા કાર્યકાળના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મંગળવારે સાંજે હાર્ટએટેક આવ્યો હતો. તેમને હાલમાં દિલ્હીની AIMS હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં 11 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયુ હતું. આ સમાચાર મળતા જ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો હર્ષવર્ધન અને કેન્દ્રીય માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધનઃ આજે અંતિમવિધિ

તેમના નિધનથી દેશ આખો શોકમય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ છે.

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધનઃ આજે અંતિમવિધિ

બુધવારે સવારે 8 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને, બપોરે 12 વાગ્યે ભાજપ કાર્યલયમાં તેમના પાર્થિવદેહના અંતિમદર્શન થઈ શકશે. બપોરે 3 કલાકે રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરાશે.

Last Updated : Aug 7, 2019, 3:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details